________________
દેવ અધિકાર
૪૫ પ્રત્યે થયેલ ભક્તિના અતિશયથી આ પૂજા કરાય છે, તેથી પૂજકના સંપૂર્ણ ભદ્રને કરનારી છે. આના લીધે જ આ પૂજાને સમન્તભદ્રા કહી છે.
સમન્ત એટલે સંપૂર્ણ. ભદ્ર એટલે કલ્યાણ. આ પૂજા વર્તમાનમાં અને ભવિષ્યમાં પણ કલ્યાણ કરનારી છે. તેથી આ પૂજા સંપ્રતિભદ્રા (=હમણાં કલ્યાણ કરનારી) અને આગમિષ્યભદ્રા ( ભવિષ્યમાં કલ્યાણ કરનારી) પણ કહેવાય છે.
સર્વમંગલા- પ્રથમ પૂજામાં કાયાથી વિધિની પૂરેપૂરી જે વિધિ જાળવવામાં આવે છે તે તો આ પૂજામાં હોય જ છે, પરંતુ તે ઉપરાંત વાણી દ્વારા બીજા પાસે પણ વિધિપૂર્વક ઉત્તમ વસ્તુ મંગાવીને આ પૂજા કરાય છે, તેથી આ પૂજા વિશેષ ફળવાળી છે. વળી, આ પૂજા પણ સર્વગુણાધિક એવા વીતરાગ વિષયકજ હોય છે, અને તેના માટે જરૂરી પૂજાની સામગ્રી ઔચિત્યપૂર્વક અને વિધિસચવાય એ રીતે વાણી દ્વારા મંગાવાય છે. પૂજા માટે ઉત્તમ વસ્તુ મંગાવતી વખતે આ પૂજા કરનાર શ્રાવકના ઉદારતા વગેરે પરિણામો શક્તિને અનુરૂપ હોવાને કારણે, યતના માટેનો તેનો આગ્રહ અને વસ્તુ મંગાવતી વખતે પણ અનુપયોગી આરંભનું વર્જન થાય તેવો પ્રયત્ન હોવાથી તે કોઈની અપ્રીતિ આદિનું કારણ થતો નથી. આથી જ આ પૂજા પૂજકનું સર્વપ્રકારે મંગલ કરનારી છે. અને માટે તેનું નામ સર્વમંગલા છે. આ પૂજામાં વચનક્રિયાની પ્રધાનતા છે.
સર્વસિદ્ધિફલા– ઉત્તમ શ્રાવકને પૂજા માટે ઉત્તમ સામગ્રી તરીકે જગતમાં નંદનવન આદિમાં રહેલા સહસકમળ આદિ દેખાય છે. તેથી વિધિપૂર્વક મન દ્વારા નંદનવનમાં સહસકમળાદિ ફૂલોની સામગ્રી લાવીને પરમાત્માની ભક્તિના અતિશયથી પૂજા કરે છે અને ત્યારે પરમાત્મભાવ સાથે એક ચિત્ત હોવાથી તે પૂજા સર્વસિદ્ધિરૂપ ફળને આપનારી છે, માટે તેનું નામ સર્વસિદ્ધિફલા છે. આ પૂજામાં માનસિક વ્યાપારની પ્રધાનતા હોય છે. (૫૨) (વિંશતિવિશિકા-પૂજાવિશિકા) पढमा पुण सुहजोगा, वंचकवत्ता य परिभवावत्ता।
चरिमा अज्झप्पधम्मफलमित्ता सव्वमित्तीणं ॥५३॥ १. परिमितो भवावतों यस्यां सा परिमितभवावर्ता ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org