________________
દેવ અધિકાર
૩૭ ગાથાર્થ– સિદ્ધ થયેલા જિનોમાં કોઈ પ્રતિષ્ઠા ભેદ હોતો નથી. કારણ કે સિદ્ધોને સદા માટે દુઃખરહિત ભાવ હોય છે. અર્થાત્ સિદ્ધ થયેલા જિનોમાં કોઈ ભેદ હોતો નથી. આમ છતાં ઉપચારથી પણ થતો પ્રતિષ્ઠાનો ભેદ પરિણામથી ઉત્પન્ન થતા ગુણને=ધર્મને કરનારો થાય છે.
વિશેષાર્થ પ્રતિષ્ઠાના વ્યક્તિપ્રતિષ્ઠા, ક્ષેત્રપ્રતિષ્ઠા અને મહાપ્રતિષ્ઠા એમ ત્રણ ભેદ છે. જે કાળે જે તીર્થકર હોય તેની પ્રતિમાની પ્રતિષ્ઠા તે વ્યક્તિ પ્રતિષ્ઠા છે. ભરત વગેરે કોઈ એક ક્ષેત્રના ઋષભદેવ વગેરે સર્વ જિનનાં બિંબો એક પટમાં ભેગાં હોય તેવા પટની પ્રતિષ્ઠા એ ક્ષેત્રપ્રતિષ્ઠા છે. સર્વ ક્ષેત્રોના ૧૭૦ બિંબો એક પટમાં ભેગાં હોય તેવા પટની પ્રતિષ્ઠા મહાપ્રતિષ્ઠા છે. (પ્રતિષ્ઠા ષોડશક, ગાથા-ર-૩)
સિદ્ધ થયેલા જિનોમાં પરમાર્થથી પ્રતિષ્ઠાના આવા કોઈ ભેદ નથી, કારણ કે બધા જિનો સમાન છે. આથી પ્રતિષ્ઠાના ત્રણ ભેદો દ્રવ્યથી–ઉપચારથી (=બાહ્યથી) છે. ઉપચારથી પણ થતો પ્રતિષ્ઠાભેદ પ્રતિષ્ઠા કરાવનારા જીવોના આત્મામાં શુભ પરિણામ ઉત્પન્ન કરે છે. એ શુભ પરિણામથી કર્મનિર્જરા અને પુણ્યાનુબંધી પુણ્યનો બંધરૂપ ધર્મ થાય છે. (૩૯) - जम्हा जिणाण पडिमा, अप्पपरिणामदंसणनिमित्तं ।
आयंसमंडलाभा, सुहासुहज्झाणदिट्ठीए ॥४०॥
यस्माद् जिनानां प्रतिमाऽऽत्मपरिणामदर्शननिमित्तं । ( બાતમમ્લતામાં શુભાશુખધ્યાનદયા || ૪૦ .... ...............૪૦
'ગાથાર્થ– જિનોની પ્રતિમા આત્માના દર્શનનું નિમિત્ત છે. તેથી - પ્રતિમાં શુભ અશુભ દૃષ્ટિથી આરિસાના મંડલ(–બિંબ) સમાન છે.
ભાવાર્થ-જિનોની પ્રતિમાને જોવાથી ભવ્ય જીવને જેવી રીતે આ જિન વીતરાગ છે તે રીતે મારો આત્મા પણ મૂળ સ્વરૂપથી વીતરાગ છે, પણ મોહને આધીન હોવાથી રાગ-દ્વેષાદિ કરે છે. વીતરાગદેવની આજ્ઞાના પાલનથી મોહને દૂર કરવો છે, ઈત્યાદિ રીતે આત્મદર્શન થાય છે.
અહીં એટલું સમજી લેવું જોઈએ કે જિનપ્રતિમા આત્મદર્શનનું માત્ર નિમિત્ત છે. નિમિત્તની અસર યોગ્ય જીવ ઉપર જ થાય, અયોગ્ય જીવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org