________________
૩૨
સંબોધ પ્રકરણ વગરનું (પરનિંદા આત્મોત્કર્ષ વિયુક્ત). ૧૯. આભિજાત્ય – વક્તાની અથવા પ્રતિપાદ્ય વિષયની ભૂમિકાને અનુસરતું. (અભિજાત). ૨૦. અતિનિધૂમધુરત- અત્યંત સ્નેહમંત્રી)ના કારણે સ્નિગ્ધ અને મધુરતાવાળું. ઘી, ગોળ વગેરેની જેમ સુખકારી. ૨૧. પ્રશસ્યતાઉપરના ગુણોના કારણે પ્રશંસાને પામેલ. (ઉપગતશ્લાઘ). ૨૨. અમર્મવધિતા- બીજાઓના મર્મને ખુલ્લાં ન પાડનારું અને તેથી બીજાઓના હૃદયને ન વીંધનારું. (અપરમર્મવધિ). ૨૩. ઔદાર્ય– ઉદાર-અતુચ્છ અર્થને કહેનારું (ઉદાર.) ૨૪. ધર્માર્થ પ્રતિબદ્ધતા– ધર્મ અને અર્થથી અરહિત (અર્થધર્માભ્યાસાનપત). ૨૫. કારકાદિઅવિપર્યાસ-કારક, કાલ, વચન, લિંગ વગેરેના વ્યત્યય(વિપર્યાસ)રૂપ વચનદોષથી રહિત (અનાનીત). ૨૬. વિશ્વમાદિનિયુક્તતા–વિભ્રમ, વિક્ષેપ, કિલિકિંચિત વગેરે મનના દોષોથી રહિત. વિભ્રમ=વક્તાના મનની ભ્રાંતિ. વિક્ષેપ=કહેવા યોગ્ય અર્થ પ્રત્યે વક્તાની અનાસક્તતા. કિલિકિંચિત=રોષ, ભય, અભિલાષ વગેરે ભાવોની એકીસાથે અથવા અલગ અલગ મનમાં વિદ્યમાનતા. (વિભ્રમ-વિક્ષેપ-કિલિકિંચિતાદિ વિમુક્ત). ૨૭. ચિત્રકૃત્ત્વ– કહેવાતા અર્થના વિષયમાં શ્રોતાઓમાં અવિચ્છિન્ન (સતત) કૌતુક-કુતૂહલને ઉત્પન્ન કરતું (ઉત્પાદિતાવિચ્છિન્નકૌતુહલ). ૨૮. અદ્ભુત. ૨૯. અનતિવિલંબિતા- અતિવિલંબથી રહિત (બે વર્ગો, શબ્દો, પદો, વાક્યોની વચ્ચે અતિવિલંબ થાય તો સાંભળનારને સમજવામાં મુશ્કેલી પડે.) ૩૦. અનેકજાતિવૈચિત્ર્યજાતિઓ એટલે વિવક્ષિત વસ્તુના સ્વરૂપનાં વર્ણનો. વર્ણન કરાતી વસ્તુના સ્વરૂપનાં વર્ણનોની વિચિત્રતા અને વિવિધતાથી યુક્ત. વસ્તુ સ્વરૂપનાં વિચિત્ર અને વિવિધ વર્ણનોથી યુક્ત અનેક જાતિ સંશ્રયથી વિચિત્ર. ૩૧. આરોપિતવિશેષતા– બીજા વચનોની અપેક્ષાએ વિશિષ્ટ (આહિતવિશેષ). ૩૨. સત્ત્વપ્રધાનતા- સત્ત્વ=સાહસ= સાહસની પ્રધાનતાવાળું (સત્ત્વ-પરિગૃહીત). ૩૩. વર્ણ-પદ-વાક્ય-વિવિક્તતા– વર્ણો, પદો અને વાક્યોના ઉચ્ચારની વચ્ચે જેટલું સમુચિત અંતર જોઈએ તેટલા અંતરવાળું. સ્પષ્ટ વર્ગો, પદો અને વાક્યોવાળું (સાકાર). ૩૪. અત્રુચ્છિત્તિ– વિવક્ષિત અર્થની સંપૂર્ણ સુંદર સિદ્ધિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org