________________
સંબોધ પ્રકરણ
વિશેષાર્થ– કેવલ વર્તમાનભવમાં અને પરભવમાં ભૌતિક સુખોની પ્રાપ્તિ માટે થતો ધર્મ માર્ગ તરીકે ઓળખાતો હોય તો પણ મોક્ષમાર્ગ નથી. કારણ કે ભૌતિક સુખોથી માત્ર શરીરને લાભ થાય છે. આત્માને કોઇ લાભ થતો નથી. આથી કેવળ આ લોક-પરલોકના ભૌતિક સુખો માટે થતા ધર્મમાં આત્માની વિચારણા જ નથી. આવો ધર્મ તો દરેક જીવે ભૂતકાળમાં અનંતીવાર કર્યો છે, પણ તેનાથી આત્માને કોઇ લાભ થયો નથી. (૪) जत्थं य विसयकसाय - च्वाओ मग्गो हविज्ज णो अण्णो । नामाइ चउब्भेओ, भणिओ सो वीयरागेहिं ॥ ५ ॥
૧૨
यत्र च विषयकषायत्यागो मार्गो भवेद् नान्यः ।
नामादिचतुर्भेदो भणित: स वीतरागैः ॥ ५ ॥
ગાથાર્થ જે માર્ગમાં (=ધર્મમાં) વિષય-કષાયોનો ત્યાગ થાય તે મોક્ષમાર્ગ છે. અન્ય મોક્ષમાર્ગ નથી. વીતરાગ ભગવંતોએ તે મોક્ષમાર્ગ નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ ભેદથી ચાર પ્રકારનો કહ્યો છે.
વિશેષાર્થ– સંસારનો ત્યાગ એ મોક્ષ છે. પરમાર્થથી વિષય-કષાય એ જ સંસાર છે. આથી જ યોગશાસ્ત્ર પ્રકાશ-૪માં કહ્યું છે કે— अयमात्मैव संसारः कषायेन्द्रियनिर्जितः ।
तमेव तद्विजेतारं मोक्षमाहुर्मनीषिण ॥ ५ ॥
“કષાય અને ઇંદ્રિયોથી જીતાયેલો આ આત્મા જ સંસાર છે. કષાયઇંદ્રિયોને જીતનાર આત્માને જ વિદ્વાનો મોક્ષ કહે છે.”
આથી અહીં “જે માર્ગમાં વિષય-કષાયોનો ત્યાગ થાય તે મોક્ષમાર્ગ છે” એમ કહ્યું છે. આ મોક્ષમાર્ગના નામમોક્ષમાર્ગ, સ્થાપનામોક્ષમાર્ગ, દ્રવ્યમોક્ષમાર્ગ અને ભાવમોક્ષમાર્ગ એમ ચાર ભેદ છે. કોઇનું મોક્ષમાર્ગ એવું નામ તે નામથી મોક્ષમાર્ગ છે. મોક્ષમાર્ગની સ્થાપના કરવી એ સ્થાપના મોક્ષમાર્ગ છે. દ્રવ્યમોક્ષમાર્ગના બે ભેદ છે. પ્રધાનદ્રવ્યમોક્ષમાર્ગ અને અપ્રધાનદ્રવ્યમોક્ષમાર્ગ, જે દ્રવ્યમોક્ષમાર્ગ ભાવમોક્ષમાર્ગનું કારણ બને તે પ્રધાનદ્રવ્યમોક્ષમાર્ગ. અપુનર્બંધક વગેરે જીવોનો દ્રવ્યમોક્ષમાર્ગ પ્રધાનદ્રવ્યમોક્ષમાર્ગ છે. કારણ કે દ્રવ્યમોક્ષમાર્ગની આરાધના કરતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org