________________
દેવ અધિકાર
૧૧
ત્રણ હોય, અન્યલિંગમાં રહેલ જૈનેતર જીવમાં આ ત્રણ ન હોય. આથી મુક્તિ કેવી રીતે થાય?
ઉત્તર– અન્યલિંગથી સિદ્ધ થનાર જીવ દ્રવ્યથી (બાહ્ય દેખાવથી) જૈન ન હોવા છતાં ભાવથી તો જૈન જ છે. ભાવથી તેનામાં સમ્યગ્દર્શનસમ્યજ્ઞાન-સમ્મચારિત્ર એ ત્રણે છે. કારણ કે રત્નત્રયીનું ફલ સમતા તેનામાં છે. ઉત્કૃષ્ટ પ્રકારની સમતા વિના કેવળજ્ઞાન ન થાય અને ભાવથી રત્નત્રયીની પ્રાપ્તિ વિના ઉત્કૃષ્ટ પ્રકારની સમતા ન આવે. આથી અન્યલિંગથી સિદ્ધ થયેલા જીવમાં ઉત્કૃષ્ટસમતા હતી, એ નિશ્ચિત છે. એથી જ તેનામાં ભાવથી રત્નત્રયી પણ હતી. એથી જ તેનામાં ભાવથી જૈનત્વ પણ હતું.”
આનાથી એ પણ નિશ્ચિત થાય છે કે જૈન બન્યા વિના મોક્ષની પ્રાપ્તિ ન થાય. આથી જ ભક્તામર સ્તોત્રમાં કહ્યું છે કે
त्वामेव सम्यगुपलभ्य जयन्ति मृत्यु । નાચઃ શિa: શિવપશ્ય મુનીન્દ્ર સ્થા: આ ૨૩
“હે મુનીન્દ્ર! આપને જ સારી રીતે પામીને જીવો મૃત્યુને જીતે છે. આ સિવાય બીજો કોઈ મોક્ષપદનો સુખરૂપ માર્ગ નથી.”
અન્ય લિંગમાં સિદ્ધ થનારા જીવો દ્રવ્યથી (=બાહ્યથી) જૈન ન હોવા છતાં ભાવથી તો જૈન બની જ ગયા હોય છે અને તેમને સમ્યગ્દર્શનાદિ રત્નત્રયીનું ફળ સમતા પ્રાપ્ત થઈ ગયું હોય છે. આથી અન્યદર્શનમાં રહેલા જીવો પણ જો સમભાવથી ભાવિત બને તો મોક્ષને પામે. (૩) - मग्गो मग्गो लोए, भणंति सव्वेवि मग्गणारहिया।
परमप्पमग्गणा जत्थ तम्मग्गो मुक्खमग्गुत्ति ॥ ४॥ मार्गो मार्गो लोके भणन्ति सर्वेऽपि मार्गणारहिताः । પરમાત્મા યત્ર તેના મોક્ષમાર્ગ તિ ૪ I.... ગાથાર્થ (આત્માની) વિચારણાથી રહિત બધાય લોકો માર્ગ માર્ગ એમ બોલે છે. પણ જે માર્ગમાં આત્માની વિચારણા હોય તે માર્ગ મોક્ષમાર્ગ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org