________________
૨૨૮
સંબોધ પ્રકરણ धूमं प्रचण्डक्रोधनशीलं सुविहितप्रद्वेषसंजनकम् । નિગારામન ર ર્વત્તિ | પ્રકૃષ્ટપુળમ્ II ૨૪ . ...જરૂર
ગાથાર્થ– પ્રબળ ક્રોધ કરવાના સ્વભાવવાળા અને પોતાની આજ્ઞાનો ભંગ કરવાના કારણે સુવિહિત સાધુઓ ઉપર દ્વેષ કરનારને ધૂમ કહે છે, અર્થાત્ તેની “ધૂમ” એવી સંજ્ઞા છે. ધૂમ જીવો ઉત્તમ ગુણોને નકામા (નિષ્ફળ) કરે છે. (૯૪)
धामं गारवरसियं, नियपूयामाणसमुद्दउक्चरिसं। लोगववहारदसणगव्वेण गुणाण निकरणं ॥१५॥ धाम गारवरसिकं निजपूजामानसमुद्रोत्कर्षम् । નોકવ્યવહાર્શનાર્વેન જુણાનાં નિરમ્ | ૨૬ / ............. ૪૩૪ ગાથાર્થ– આદરના રસવાળા તથા સ્વપૂજા અને સ્વમાનરૂપ સમુદ્રના ઉત્કર્ષવાળાને ધામ કહે છે, અર્થાત્ તેની ધામ' એવી સંજ્ઞા છે. ધામ જીવો લોકાચરણના દર્શનરૂપ ગર્વથી ગુણોનો નાશ કરે છે.
વિશેષાર્થ– અહંકારી માણસ પોતાનો આદર થાય એમ તલસતો હોય છે. માટે અહીં અહંકારને આદરના રસવાળો કહ્યો છે. તથા પોતાની પૂજા થાય, પોતાને માન મળે એવી ઉત્કટ લાલસાવાળો હોય. માટે અહીં અહંકારને સ્વપૂજા અને સ્વમાનરૂપ સમુદ્રના ઉત્કર્ષવાળો કહ્યો છે. અહંકારી માણસમાં આદર સ્વપૂજા અને સ્વમાનની ભૂખ હોય છે. આથી. આ બધું મળે એ માટે તે લોકાચરણ તરફ નજર કરે છે. પણ જિનાજ્ઞા તરફ નજર ન કરે. લોકાચરણને અનુસરે તો લોકો તેને આદર વગેરે આપે. પૂર્વે કહ્યું તેમ અજ્ઞાન લોકો ઘણા લોકો જે ધર્મ કરે તે જ ધર્મ કરવો જોઈએ એવું માનનારા હોય છે. આથી મોટાભાગના ધાર્મિક લોકો પણ લોકાચરણ તરફ નજર કરનારા હોય છે. આથી તે જીવો લોકાચરણ તરફ જોનારાઓને આદર વગેરે આપે તે સહજ છે. આથી અહંકારી લોકાચરણ તરફ નજર કરે પણ જિનાજ્ઞા તરફ નજર ન કરે. અહંકારના કારણે લોકાચરણ તરફ નજર કરવાના કારણે ગુણોનો નાશ થાય એ સહજ છે. આથી જ ઉપદેશપદ અને દર્શનશુદ્ધિ પ્રકરણ વગેરે ગ્રંથોમાં કહ્યું છે કે–“વિવેકી જીવોએ તો જે ધર્માનુષ્ઠાન અરિહંત પરમાત્માની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org