________________
દેવ અધિકાર
મોક્ષમાર્ગમાં અનુરાગવાળા- ચરમાવર્તમાં ચરમયથાપ્રવૃત્તકરણને પામેલા જીવો પૂર્વે કહ્યું તેમ સહજભાવમલ હાસ થવાના કારણે તથાભવ્યત્વના પરિપાકથી મોક્ષ પ્રત્યે અનુરાગવાળા બને છે. જેને મોક્ષ પ્રત્યે અનુરાગ થાય તેને મોક્ષમાર્ગ પ્રત્યે પણ અવશ્ય અનુરાગ થાય. કારણ કે જેને કાર્ય પ્રત્યે અનુરાગ થાય તેને કારણ પ્રત્યે પણ અવશ્ય અનુરાગ થાય. જેમ કે–લોકોને આરોગ્ય પ્રત્યે અનુરાગ થાય છે, તો આરોગ્યના કારણ ઔષધાદિ પ્રત્યે પણ અવશ્ય અનુરાગ છે. માટે અહીં “મોક્ષમાર્ગ પ્રત્યે અનુરાગવાળા” એમ કહ્યું છે.
ભવ્યદ્રવ્ય- ભવ્ય એટલે ઉત્તમ. જેનું આત્મદ્રવ્ય ઉત્તમ છે તે ભવ્યદ્રવ્ય. મોક્ષમાર્ગ પ્રત્યે અનુરાગવાળા થયેલા જીવોનું આત્મદ્રવ્ય ઉત્તમ હોય છે. કારણ કે તેવા જીવો સં યોગ વગેરે યોગ્ય સામગ્રી મળતાં મોક્ષમાર્ગને પામી જાય છે.
ભવ્ય-ભવ્ય એટલે મોક્ષમાર્ગને લાયક જીવોના ભવ્ય અને અભિવ્યા એવા બે ભેદ છે. ભવ્ય એટલે મોક્ષ પામવાને યોગ્ય. અભવ્ય એટલે મોક્ષ પામવાને માટે અયોગ્ય. મોક્ષ પામવાની સામગ્રીની પ્રાપ્તિ થતાં મોક્ષને પામી શકે તે ભવ્ય. મોક્ષમાર્ગની સામગ્રી મળવા છતાં અભવ્ય
જીવો કદી મોક્ષ ન પામે. અભવ્ય જીવોનો વ્યવચ્છેદ કરવા અહીં ભવ્યો - એવું વિશેષણ છે. - મોક્ષ પામવા માટે જીવ ભવ્ય હોવો જોઈએ. માટે અહીં ‘ભવ્યો' એમ કહ્યું છે. ભવ્ય જીવો પણ મોક્ષની ઇચ્છા થયા વિના મોક્ષમાં ન જાય. મોક્ષની ઇચ્છા ચરમાવર્તકાળમાં જ થાય. માટે અહીં “ચરમાવર્તમાં એમ કહ્યું છે. ચરમાવર્તમાં આવ્યા પછી પણ ચરમયથાપ્રવૃત્તિકરણમાં આવ્યા વિના મોક્ષની ઇચ્છા ન થાય. માટે અહીં “ચરમયથાપ્રવૃત્તિકરણમાં એમ કહ્યું છે. ચરમયથાપ્રવૃત્તિકરણમાં રહેલા જીવને મોક્ષની ઇચ્છા થતાં અવશ્ય મોક્ષમાર્ગની પણ ઈચ્છા થાય. માટે અહીં “મોક્ષમાર્ગમાં અનુરાગવાળા” એમ કહ્યું છે. મોક્ષમાર્ગ પ્રત્યે અનુરાગવાળા થયેલા જીવો સદ્દગુરુનો યોગ વગેરે સામગ્રી મળતાં મોક્ષમાર્ગને પામી જાય તેવા ઉત્તમ હોય છે. માટે અહીં ભવ્યજીવ’ એવો ઉલ્લેખ કર્યો છે. (૧-૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org