________________
૨ ૨૧
ગુરુ અધિકાર વિભાગ-૧ કરવામાં સહાય કરે, (૬૩) સુવિહિત (=સારા આચારવાળા) સાધુઓ પ્રત્યે દ્વેષ રાખે, તેમની પાસે ધર્મ કરવાનો નિષેધ કરે, શાસન પ્રભાવનાનાં કાર્યોમાં બીજાઓની ઈર્ષા કરવી, લાકડી આદિથી બીજાને મારવો, કજિયો કરવો, (૬૪) કુળના ઉચિત વ્યવહારને અને કુળની મર્યાદાઓને ભાંગવી વગેરે અનેક રીતે દ્વેષ બતાવવો, શ્રાપ આપીશ વગેરે અનેક રીતે ભય બતાવવો ઇત્યાદિ અનુચિત પ્રવૃત્તિ કરવી, (૬૫) સ્ત્રીના હાથનો સ્પર્શ કરવો, બીજાઓને તેમના બ્રહ્મચર્યમાં શંકા રહે, વ્યાજથી ધન આપવું, ધનથી નીચ કુળના પણ શિષ્યોને ગ્રહણ કરવામાં પ્રવૃત્તિ કરવી, (૬૬) શાસનનો પ્રવાહ ચાલે એ માટે અવિધિથી કરેલા અનુષ્ઠાનમાં “આ તો શાસનની પ્રભાવના છે” એમ શાસનની પ્રભાવના બતાવવી. શાસ્ત્રમાં નહિ કહેલા તપની પ્રરૂપણા કરવી, અને એવા તપનો ઉદ્યાપનવિધિ કરવો, (૬૭) મૃતકના કાર્યમાં જિનપૂજાની પ્રરૂપણા કરે, અર્થાત મૃત્યુ નિમિત્તે જિનપૂજા ભણાવવાનું કહેવું, મૃતકનું ધનનું જિનભક્તિ માટે દાન કરવાનું કહેવું, ધન મેળવવા માટે ગૃહસ્થોની આગળ અંગશાસ્ત્રો વગેરેનું પ્રવચન કરવું, (૬૮) સર્વ લોકોને સર્વ પ્રકારનાં પાપોમાં પ્રવર્તાવનાર મુહૂર્તનું પ્રદાન વગેરે કરવું, ધર્મશાળામાં કે ગૃહસ્થોના ઘરે ખોજા વગેરે પકાવવાની ક્રિયા કરવી, (૬૯) યક્ષ વગેરે ગોત્રદેવની પૂજા કરાવવી વગેરે મિથ્યાત્વ પ્રવર્તાવવું, શ્રાવકોને સમ્યકત્વ આદિનો નિષેધ કરવો=સમ્યક્ત્વ આદિ ન ઉચ્ચરાવવું, અથવા મૂલ્ય લઇને સમ્યક્ત્વ આદિ ઉચ્ચરાવવું, (૭૦) મૃત્યુ પામેલા હીનાચારવાળા પોતાના ગુરુની આગળ વાજિંત્રો વગડાવવા, નૈવેદ્ય ધરવું, તેમની પીઠિકા (કે સૂપ) કરવી, વ્યાખ્યાનમાં સ્ત્રીઓ પોતાના ગુણગાન કરે, (૭૧) કેવળ સ્ત્રીઓ સમક્ષ સાધુઓ વ્યાખ્યાન કરે, પુરુષોની સમક્ષ સાધ્વીઓ વ્યાખ્યાન કરે, ૧. પૂર્વે એવો રિવાજ હતો કે શોક દૂર થાય ત્યારે સ્વજનો વગેરે મૃત્યુ પામેલાના ઘરે મૃત્યુ નિમિત્તે રકમ આપી જાય, તે મૃતક ધન કહેવાય. આજે પણ ખંભાત જેવા પ્રાચીન સ્થાનોમાં
આ રિવાજ જોવા મળે છે. ' ૨. અહીં કેવળ શબ્દ સ્ત્રી શબ્દની સાથે છે, પુરુષ શબ્દની સાથે નથી. એથી સિદ્ધ થાય છે
કે સ્ત્રી-પુરુષો સાથે હોય ત્યારે પણ પુરુષોની સમક્ષ સાધ્વીઓથી વ્યાખ્યાન ન વાંચી શકાય. કોઈ કદાચ એમ કહે કે કેવળ શબ્દનો પુરુષ શબ્દની સાથે પણ અન્વય કરી શકાય તો તે કથન બરોબર નથી. કારણ કે કેવળ શબ્દ સ્ત્રી શબ્દની સાથે સમસ્ત (સમાસથી જોડાયેલો) છે. છૂટો નથી. તેથી તેનો પુરુષની આગળ અન્વય ન કરી શકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org