________________
૨૨૦ .
केवलथीणं पुरओ, वक्खाणं पुरिसअग्गओ अज्जा । વંતિ નથ મેરા, નલપેડમંનિહીં નાળ ૫૭૨ ॥ केवलस्त्रीणां पुरतो व्याख्यानं पुरुषाग्रत आर्याः ।
कुर्वन्ति यत्र मेरा नटपेटकसंनिभा जानीहि ॥ ७२ ॥
સંબોધ પ્રકરણ
४११
ગાથાર્થ— (વસ્ત્ર-પાત્રાદિના) લોભના કારણે ગૃહસ્થોની પ્રશંસા (=ખુશામત) કરે, જિનપ્રતિમાનો ક્રય-વિક્રય કરે, ઉચ્ચાટન (વગેરે) દુષ્ટકાર્યો કરે, (૫૬) સંનિધિ રાખે, આધાકર્મ દોષવાળા આહાર વગેરેં વાપરે, પાણી, ફળ અને પુષ્પ વગેરે સર્વ સચિત્ત વસ્તુઓ વાપરે, સદા (નિષ્કારણ) બે-ત્રણ વાર ભોજન કરે, (નિષ્કારણ) વિગઇઓ વાપરે, લવિંગ વગેરે મસાલાવાળું તંબોલપાન વાપરે, (૫૭) બરોબર પડિલેહણ કર્યા વિનાનું (કે પડિલેહણ કર્યા વિનાનું) વસ્ત્ર વાપરે, શય્યા, પગરખાં, વાહન, હથિયાર,તાંબુ વગેરે ધાતુનાં પાત્ર વાપરે, (૫૮) જિનપ્રતિમાનું (=પોતાના કબજામાં રાખીને) રક્ષણ-પૂજન કરે, મહિમાસહિત (=વાજિંત્ર વગેરે આડંબર સહિત) જિનનાં સ્તવનોનું શ્રવણ વગેરે કરે, આ લોક માટે (=આ લોકના ભૌતિક સુખો માટે) તપ કસવે, *લઘુહસ્ત વગેરે કળા કરે, (૫૯) અસ્ત્રાથી મસ્તકનું અને મુખનું (=દાઢી-મૂછનું) મુંડન કરાવે (બહાર જવું વગેરે) કાર્યમાં જ રજોહરણ-મુહપત્તિ ધારણ કરે=પાસે રાખે, એકલા ભમે, સ્વચ્છંદપણે ચેષ્ટા કરે, ગીતો ગાય, (૬૦) જિનમંદિરમાં અને મઠ વગેરેમાં વાસ કરે (=પોતાનો મઠ બનાવીને રહે), પૂજા વગેરેનો આરંભ કરે, સદા એક સ્થળે રહે, દેવદ્રવ્ય આદિનો ઉપયોગ કરે, જિનમંદિર અને ઉપાશ્રય વગેરે સ્થાનો કરે, (૬૧) ઉર્તન, સ્નાન અને વિભૂષા કરે, વેપાર કરે, અત્તર વગેરે સુગંધિ પદાર્થોનો સંગ્રહ કરે, ગામ, કુળ આદિ ઉપર મમત્વ રાખે, સ્ત્રીનૃત્યનું નિરીક્ષણ કરે, સ્ત્રીઓનો પરિચય કરે, (૬૨) નરકગતિના હેતુ એવા જ્યોતિષ, નિમિત્ત, ચિકિત્સા, મંત્રની પ્રવૃત્તિ કરે, મિથ્યાત્વી રાજાની સેવા કરે, નીચ માણસોને પણ પાપ
૧. સીસોવાફોઙળ કૃિત એ પદનો અર્થ મારી સમજમાં આવ્યો ન હોવાથી લખ્યો નથી. ૨. જેના પ્રભાવથી વસ્તુને તેના સ્થાનથી ઉડાવીને ઇષ્ટ સ્થળે લાવી શકાય તેવો મંત્રવિશેષ. ૩. આખો દિવસ શય્યા પાથરી રાખે.
૪. હાથ વગેરેની ચાલાકીથી જાદુ કરવો વગેરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org