________________
૨૦૬
સંબોધ પ્રકરણ ન્યાયાલયમાં (=કોર્ટમાં) જઈને (સહી-સિક્કા સાથે) તેને ઘરનો માલિક બનાવ્યો. બીજા ચારે પુત્રો બહાર કરાયા, તેથી લોકમાં નિંદનીય બન્યા. આ દૃષ્ટાંતનો ઉપનય આ પ્રમાણે છે–જેવા ચંડાલો (કે હલકા માણસો) તેવા પાર્થસ્થ વગેરે, જેવો પિતા બ્રાહ્મણ તેવા અહીં આચાર્ય અને જેવા પુત્રો તેવા સાધુઓ જાણવા. જેમ તે પુત્રો બહાર કરાયા તેમ અહીં કુશીલનો સંસર્ગ કરનારા સાધુઓ પણ બહાર કરાય છે, તેથી તે સંઘમાં નિંદનીય બને છે. પણ જે કુશીલાદિનો) ત્યાગ કરે છે, તે પૂજય બને છે, (અને ક્રમશ:) સાદિ-અનંત એવા મોક્ષને પામે છે. (૨૩) (ગુ.ત.વિ.નિ.ઉ.૩. ગા-૧૨૭). परिवारपूयहेऊ, पासत्थाणं च आणुवित्तीए। जो न कहइ सुद्धधम्मं तं दुल्लहबोहियं जाण ॥२४॥ परिवारपूजाहेतु पार्श्वस्थानां चानुवृत्त्या। થો ન થયતિ શુદ્ધધર્મ તં તુર્તમોધવં નાનીદિા ર૪ I .... ૨૬૩ ગાથાર્થ પરિવાર વડે પૂજાના હેતુથી અને પાસત્યા આદિને અનુસરવાથી જે શુદ્ધધર્મને ન કહે તેને તું દુર્લભબોધિવાળો જાણ, અર્થાત તેને ભવાંતરમાં બોધિદુર્લભ બને છે. (૨૪)
जइ अप्पणा विसुद्धो, कुसीलसंगं च पक्खवायं वा। न चयइ पूयाहेडं, तं दुल्लहबोहियं जाण ॥२५॥ यद्यात्मना विशुद्धः कुशीलसङ्गं च पक्षपातं वा। ન ત્યગતિ પૂનાદેતુ તુર્તમનોધિદ્ધ નાની િ ર / ... ર૬૪
ગાથાર્થ– જે પોતે વિશુદ્ધ હોવા છતાં પૂજાવાના હેતુથી કુશીલના સંગને અને પક્ષપાતને છોડતો નથી, તેને તું દુર્લભબોધિવાળો જાણ, અર્થાત્ ભવાંતરમાં તે બોધિદુર્લભ બને છે.
વિશેષાર્થ– પોતે શુદ્ધ હોવા છતાં શિથિલપરિવારના ભયથી અથવા શ્રાવકો એષણીય અને અષણીય જાણશે તો વસ્ત્ર-પાત્ર આદિથી મારી પૂજા (=સત્કાર) નહિ કરે એવા આશયથી અથવા હું સત્ય કહીશ તો કૂપિત થયેલા પાસત્થા વગેરે ગામ વગેરેમાંથી બહાર કાઢી મૂકશે ઈત્યાદિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org