________________
ગુરુ અધિકાર વિભાગ-૧
૨૦૭
કારણથી જે વિશુદ્ધ માર્ગને ન કહે તેને સત્ય માર્ગનો લોપ કરવાના કારણે પરલોકમાં બોધિ દુર્લભ બને છે, અર્થાત્ તે અનંત સંસારી બને છે. (૨૫) (દર્શનવિશુદ્ધિ પ્રકરણ, ગાથા-૯૬)
केइ भांति उ भण्णइ, सुहुमवियारो न सावगाण पुरो । तं न जओ अंगाइसु, सुव्वइ तव्वन्नणा एवं ॥ २६ ॥
३६५
केचित् भणन्ति तु भण्यते सूक्ष्मविचारो न श्रावकाणां पुरः । તન્ન યતોાવિષુ ભૂયતે તત્ત્વયંનૈનમ્ । .......... ગાથાર્થ— કેટલાક ભવાભિનંદી આત્માઓ કહે છે કે સાધુએ શ્રાવકોને આગમમાં કહેલા દ્રવ્યસ્તવ-ભાવસ્તવના અધિકારનું વર્ણન વગેરે સૂક્ષ્મ વિચારો કહેવા નહિ. કારણ કે સઘળી સામાચારી તે શ્રાવકો જાણે તો સાધુઓને કલિકાલના બળથી પ્રમાદને આધીન બનેલા જોઇને મંદધર્મવાળા થઇ જાય. તેઓનું આ કથન બરોબર નથી. કારણ કે અંગ-ઉપાંગ આદિમાં પણ શ્રાવકના ગુણોની પ્રશંસા કરવામાં આવી છે (=શ્રાવકોનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે). તે આ પ્રમાણે (=નીચેની ગાથામાં કહેવાશે તે પ્રમાણે) છે. (૨૬) (દર્શનશુદ્ધિ પ્રકરણ-ગાથા-૮૯)
लट्ठा गहियट्ठा, पुच्छियट्ठा विणिच्छियट्ठा य । अहिगयजीवाजीवा, अचालणिज्जा पवयणाओ ॥ २७ ॥
.
लब्धार्था गृहीतार्थाः पृष्टार्था विनिश्चितार्थाश्च ।
अधिगतजीवाजीवा अचालनीयाः प्रवचनात् ॥ २७ ॥
३६६
• ગાથાર્થ— તે શ્રાવકો નિત્ય જિનધર્મનું શ્રવણ કરનારા હોવાથી લબ્ધાર્થા કહેવાય. તે સાંભળેલ ધર્મને હૃદયમાં સારી રીતે ધારણ કરતા હોવાથી ગૃહીતાર્થો કહેવાય. કોઇ તત્ત્વમાં સંશય થાય તો પ્રશ્ન કરીને સમાધાન મેળવતા હોવાથી પ્રશ્ચિતાર્થા કહેવાય છે. સમાધાન મેળવ્યા બાદ તત્ત્વોના સંપૂર્ણ રહસ્યને નિશ્ચિત રીતે જાણતા હોવાથી વિનિશ્ચિતાર્થા કહેવાય, અને જીવ-અજીવાદિ તત્ત્વોના જ્ઞાતા હોવાથી શ્રી જિનેશ્વર પરમાત્માના પ્રવચનની દઢ શ્રદ્ધાવાળા હોય છે. માટે જ કોઇથી ચલાયમાન ન કરી શકાય તેવા હોય છે. (૨૭) (દર્શનશુદ્ધિ પ્રકરણ ગાથા-૯૦)
ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org