________________
દેવ અધિકાર
હદ સાતકર્મોની દેશોન એક કોડાકોડ સાગરોપમ પ્રમાણ સ્થિતિ હોવાથી એ સ્થિતિને ગ્રંથિદેશ (ઋગ્રંથિની છેલ્લી હદ) કહેવામાં આવે છે. આ ગ્રંથિદેશ સુધી યથાપ્રવૃત્તિકરણ હોય છે. અર્થાત્ જીવ યથાપ્રવૃત્તિકરણથી દેશોન એકકોડાકોડ સાગરોપમ જેટલી સ્થિતિ રહે ત્યાં સુધી કર્મો ખપાવી શકે છે. આથી જ અહીં કહ્યું કે– યથાપ્રવૃત્તિકરણ ગ્રંથિ સુધી હોય છે.
સ્પષ્ટતા- સાતકર્મોની સ્થિતિ ઘટીને કંઈક ન્યૂન એક કોડાકોડિ સાગરોપમ જેટલી જ રહે ત્યારે ગ્રંથિનો=રાગ-દ્વેષના તીવ્રપરિણામનો ઉદય હોવાથી તે અવસ્થાને ગ્રંથિદેશ કહેવામાં આવે છે એમ ઉપર કહેવામાં આવ્યું છે. પણ અહીં તીવ્રતા અને મંદતા સાપેક્ષ છે. ગ્રંથિદેશે રાગદ્વેષના પરિણામ અપેક્ષાએ તીવ્ર અને અપેક્ષાએ મંદ પણ હોય છે. ગ્રંથિદેશે આવેલા જીવોના રાગ-દ્વેષના પરિણામ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા જીવોની કે ગ્રંથિદેશે.નહિ આવેલા જીવોની અપેક્ષાએ ઘણા મંદ હોય છે, પણ જે જીવોએ ગ્રંથિભેદ કરી નાખ્યો છે તે જીવોની અપેક્ષાએ તીવ્ર હોય છે. આથી અહીં સાતકર્મોની સ્થિતિ ઘટીને કંઈક ન્યૂન એક કોડાકોડિ સાગરોપમ જેટલી જ રહે ત્યારે ગ્રંથિનો=રાગદ્વેષના તીવ્ર પરિણામનો ઉદય ગ્રંથિભેદની અપેક્ષાએ જાણવો. ગ્રંથિદેશે નહિ આવેલા જીવોની અપેક્ષાએ તો ગ્રંથિદેશે રાગ-દ્વેષના મંદ પરિણામનો ઉદય હોય છે. કારણ કે જો રાગદ્વેષના પરિણામ મંદ ન થાય તો સ્થિતિ ઘટવા છતાં ગ્રંથિદેશે આવી શકાતું નથી. આથી જ એકેંદ્રિય અને વિકસેંદ્રિય જીવોમાં ભવસ્વભાવથી જ બધાં કર્મોની સ્થિતિ અંતઃકોડાકોડિ સાગરોપમથી ન્યૂન હોય છે, છતાં તે જીવો ગ્રંથિદેશે આવેલા નથી કહેવાતા. તેમનામાં કર્મસ્થિતિ ઘટવા છતાં રાગદ્વેષના પરિણામ (અને રસબંધ) ગ્રંથિદેશ કરતાં અનંતગુણા જ હોય છે. આનો ભાવાર્થ એ થયો કે રાગ-દ્વેષના પરિણામની મંદતાપૂર્વક સાત કર્મોની કંઈક ન્યૂન એક કોડાકોડિ સાગરોપમ જેટલી સ્થિતિ તે ગ્રંથિદેશ છે.
યથાપ્રવૃત્તિકરણથી જીવને આટલી અવસ્થા પ્રાપ્ત થઈ શકે છે. અહીંથી આગળ વધવા અપૂર્વકરણ આદિની જરૂર પડે છે. આનાથી એ પણ સિદ્ધ થયું કે જીવ પુરુષાર્થ વિના જ તેવી ભવિતવ્યતા આદિના બળે આટલી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org