________________
૨૦૪ .
સંબોધ પ્રકરણ
છે એવી) બુદ્ધિ (શ્રદ્ધા) થવાથી મિથ્યાત્વ દોષ વધે (લાગે). કાયક્લેશથી અથવા દેવોથી(=દેવો ઉપદ્રવ કરે તો) આત્મવિરાધના થાય. તેઓને વંદન કરવાથી તેઓ જે અસંયમ(=દોષો) સેવતા હોય તેની અનુમોદના થવાથી સંયમવિરાધના' થાય. (૨૦) (ગુ.ત.વિ.નિ.ઉ.૩. ગા-૧૦૧)
जह लोहसिला अप्पं, पि बोलए तह विलग्गपुरिसंपि । इय सारंभो य गुरू, परमप्पाणं च बोलेइ ॥ २१ ॥ यथा लोहशिलाऽऽत्मानमपि बोडयति तथा विलग्नपुरुषमपि । इति सारम्भश्च गुरुः परमात्मानं च बोडयति ॥ २१ ॥ .. ગાથાર્થ—જેમ લોખંડની શીલા પોતાને તથા તેના આશ્રિત પુરુષને પણ ડૂબાડે છે, તેમ આરંભથી યુક્ત ગુરુ પોતાને અને ૫૨ને ડૂબાડે છે. (૨૧) असुइट्ठाणपडिया चंपकमाला न कीरते सीसे ।
. ३६०
पासत्थाइट्ठाणेसु, वट्टमाणा तह अपुज्जा ॥ २२ ॥ अशुचिस्थानपतिता चम्पकमाला न क्रियते शीर्षे । पार्श्वस्थादिस्थानेषु वर्तमानास्तथाऽपूज्याः ॥ २२ ॥
. ३६१
ગાથાર્થ– જેમ ગંદા સ્થાનમાં પડેલી ચંપકમાળા સ્વરૂપથી સારી હોવા
-
છતાં અપવિત્ર સ્થાનના સંગથી તે મસ્તકે ધારણ કરવા લાયક રહેતી નથી, તેમ પાર્શ્વસ્થ આદિના સ્થાનોમાં રહેલા સાધુઓ પણ અવંદનીય બને છે.
પ્રશ્ન— પાર્શ્વસ્થ આદિનાં સ્થાનો કયાં છે ?
ઉત્તર– વસતિમાંથી નીકળવાની જગ્યા વગેરે પાર્શ્વસ્થ આદિનાં સ્થાનો સમજવાં. અર્થાત્ જ્યાં પાસત્થાઓ રહેતા હોય તેની આજુબાજુનાં સ્થાનો પાર્શ્વસ્થ આદિનાં સ્થાનો છે.
અહીં આ કથા છે—ચંપકપ્રિય એક કુમાર ચંપકમાલાને મસ્તકે ધારણ કરીને અશ્વ ઉપર બેસીને જાય છે. અશ્વ કૂદવાથી ઉછળેલા એવા તેની ચંપકમાળા વિષ્ઠામાં પડી. માળા લઇ લઉં એમ વિચાર કર્યો. પણ વિષ્ઠા લાગેલી જોઇને મૂકી દીધી. તે ચંપકકુમાર પુષ્પો વિના શાંતિ પામતો નથી. તો પણ સ્થાનદોષના (અશુચિના) કારણે ચંપકમાળાને મૂકી દીધી. આનો
૧. શરીરને દુઃખ=નુકસાન થાય તે આત્મવિરાધના, આત્માને નુકસાન થાય તે સંયમવિરાધના.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org