________________
ગુરુ અધિકાર વિભાગ-૧
૨૦૩ કેવલ ઉસૂત્રને આચરે અને પ્રરૂપે તે જ યથાશ્ચંદ નથી, કિંતુ જે પરતમિમાં એટલે કે ગૃહસ્થોના કાર્યમાં કરણ-કરાવણ-અનુમોદન વડે પ્રવૃત્ત છે, તથા જે“તિંતિણ” (=રિસાળ) છે, એટલે કે કોઈ સાધુ અલ્પ પણ અપરાધ કરે ત્યારે સતત ફરી ફરી રોષ કરે છે, તે પણ યથાશ્ચંદ છે. બીજા સ્થળે વળી આવી વ્યાખ્યા કરી છે–પર એટલે ગૃહસ્થ, તેની કરેલી, નહિ કરેલી પ્રવૃત્તિની વાતો (ચર્ચા) કરનારો તે પરતતિ પ્રવૃત્ત છે. અથવા સ્ત્રીકથા આદિમાં પ્રવૃત્ત પરતતિ પ્રવૃત છે. તિતિણ એટલે બડબડ કરનાર, તેના દ્રવ્યથી અને ભાવથી એમ બે ભેદો છે. ટિંબરુક વૃક્ષ આદિના કાષ્ઠને અગ્નિમાં નાખતાં તિણ તિણ અવાજ કરે છે, તે દ્રવ્યથી તિતિણ છે. આહાર, ઉપાધિ અને શય્યા (વગેરે) ઈષ્ટ ન મળે ત્યારે શોક કરે, ખેદ કરે, અફસોસ કરે, એમ આખો દિવસ બડબડતો રહે, તે ભાવથી તિતિણ છે.” (૧૯) (ગુ.વિ.નિ.ઉ.૩. ગા-૧૦૦)
पासत्थाई वंदमाणस्स नेव कित्ती न निज्जरा होइ। कायकिलेसो एमेव, कुणई तह कम्मबंधं च ॥२०॥ पार्श्वस्थादीन् वन्दमानस्य नैव कीर्तिन निर्जरा भवति ।
વાયેવત્તે અવમેવ કરોતિ તથા વર્ગવધું ર ા ૨૦ I ... રૂપ . ગાથાર્થ–પાર્થસ્થ વગેરેને વંદન કરનારની “અહો આ પુણ્યશાળી છે”
એવી કીર્તિ થતી નથી, કિંતુ “ખરેખર આ પણ એવો જ દોષિત છે, તેથી તેવાઓને વંદન કરે છે એવી અપકીર્તિ થાય છે. તથા કર્મક્ષય રૂપનિર્જરા પણ થતી નથી. કિંતુ તેઓ જિનાજ્ઞાની વિરાધના કરવાના કારણે નિર્ગુણ હોવાથી તેઓને વંદનાદિ કરનાર નિરર્થક નમન આદિ રૂપ કાયકષ્ટ કરે છે. કર્મબંધ કરે છે, અને ઉપર્યુક્ત આજ્ઞાભંગાદિ દોષોને પામે છે.
વિશેષાર્થ– પાર્થસ્થ આદિને વંદન કરનારને–(૧) આજ્ઞાભંગ, (૨) અનવસ્થા, (૩) મિથ્યાત્વ અને (૪) વિરાધના એ ચાર દોષી લાગે છે. તે આ પ્રમાણે ભગવાને નિષેધ કરાયેલા છતાં વંદન કરવામાં આજ્ઞાભંગ થાય. તેઓને વંદન કરનારાને જોઈને બીજાઓ પણ વંદન કરે, એટલે વ્યવસ્થાનો લોપ થતાં અનવસ્થા થાય. પ્રામાણિક પુરુષો તેમને વંદન કરે, તે જોઈને બીજા ભદ્રિકોને તેઓમાં સાધુપણાની (=આ સુસાધુઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org