________________
૧૯૬
સંબોધ પ્રકરણ
મત્ત૬ ત્તિ મંત્ની ઇત્યાદિ. “ભક્તાર્થ માંડલીમાં ભોજન ન કરે, અથવા કાગભક્ષિત, શૃંગાલભક્ષિત વગેરે અવિધિથી ભોજન કરે.” અહીં ભક્તાર્થ શબ્દ ઉપલક્ષણથી સર્વપચ્ચકખાણનો સૂચક છે, તેથી પચ્ચખાણ ન કરે, ગુરુએ પચ્ચકખાણ કરવાનું કહ્યું હોય ત્યારે ગુરુ સામે કંઈક અનિષ્ટ કહીને પચ્ચક્ખાણ કરે. (૭) આગમનમાં (=પ્રવેશ કરતાં) નિસીહ ન કહે. (૮) નીકળવામાં આવશ્યકી આવસહી ન કહે. (૯) સ્થાન એટલે ઊભા થવું રહેવું. (૧૦) નિષાદન એટલે બેસવું. (૧૧) ત્વશ્વર્તન એટલે શયન કરવું. આ (ત્રણ) કરતાં પ્રત્યુપેક્ષણાદિ ન કરે, અર્થાત્ ચક્ષુથી નિરીક્ષણ ન કરે, અથવા રજોહરણ આદિથી પ્રમાર્જન ને કરે, પ્રત્યુપેક્ષણ અને પ્રમાર્જન કરે પણ દોષદુષ્ટ કરે, અર્થાત્ બરોબર ન કરે. (૧૩) (ગુ.ત.વિ.ઉ.૩. ગાથા-૮૫)
आवस्सयाइंन कड, अहवा य करेड़ हीणमहियाई। : गुरुवयणबला उ तहा, भणिओ देसावसन्नोत्ति ॥१४॥ आवश्यकादि न करोत्यथवा करोति हीनाधिकानि । ગુરવેવેનવતા તથા તો શાવત્ર તિ | ૨૪ . ... ૨
ગાથાર્થ– ઉપર ૧૩મી ગાથામાં કહેલા પ્રતિક્રમણ વગેરે ન કરે, અથવા હીન-અધિક કરે. ગુરુ પચ્ચકખાણ વગેરે કરવાનું કહે ત્યારે ગુરુની સામે કંઈક અનિષ્ટ કહીને પચ્ચખાણ વગેરે કરે. આ દેશ અવસન્ન છે. (૧૪)
૧. કાગભક્ષિત, શૃંગાલભક્ષિત, દ્રવિતરસ અને પરાકૃષ્ટ એ ચાર રીતે કરેલું ભોજન અવિધિ
ભોજન છે. (૧) કાગભક્ષિત– જેમ કાગડો વિઝા આદિમાંથી વાલ વગેરે વીણી વીણીને ખાય તેમ સ્વાદ માટે પાત્રામાંથી અમુક અમુક વસ્તુ અલગ કાઢીને ભોજન કરે, અથવા કાગડાની જેમ ખાતાં ખાતાં વેરે, અથવા મુખમાં કોળીયો નાખીને કાગડાની જેમ આમતેમ જુએ તે કાગભક્ષિત. (૨) શુગાલભણિત- શિયાળની જેમ જુદા જુદા સ્થાનેથી વાપરે, અર્થાતુ આહારનો એક કોળીયો એક બાજુથી લે, બીજો કોળીયો બીજી બાજુથી લે, એમ જુદી જુદી બાજુથી કોળીયા લઈને વાપરે, તે શુગાલભક્ષિત. (૩) દ્રવિતરસ ભક્ષિત-ભાત વગેરેમાં ઓસામણ વગેરે હોય તો ઓસામણ વગેરે સુગંધી બને એ માટે તેમાં (=ભાત સાથે ભળેલા ઓસામણ વગેરેમાં) કોઈ પ્રવાહી નાખીને જે રસ (=પ્રવાહી) થાય તે પીએ તે દ્રવિતરસમક્ષિત. (૪) પરાકૃષ્ટ ભક્ષિત- પરાકૃષ્ટ એટલે ફેરફાર=ઉપર નીચે. જેમકે ઉપરનો આહાર નીચે અને નીચેનો આહાર ઉપર કરીને વાપરે. (ઓ.નિ. ગાથા-૫૯૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org