________________
૧૯૫
ગુરુ અધિકાર વિભાગ-૧ ભાવથસ્વાધ્યાયે પ્રતિજોવન-ધ્યાન-મસા-ભાર્થે. બા મને નિમને સ્થાને ર નિષીવન-વર્તન I શરૂ II રૂપર ગાથાર્થ– અવસગ્નનાં પ્રમાદ સ્થાનોને કહે છે– (૧) આવશ્યક, (૨) સ્વાધ્યાય, (૩) પ્રતિલેખન, (૪) ધ્યાન, (૫) ભિક્ષા, (૬) ભક્તાર્થ, (૭) આગમન, (૮) નિર્ગમન, (૯) સ્થાન, (૧૦) નિષાદન અને (૧૧) વૈશ્વર્તન. આ સ્થાનોમાં સીદાતો ( આળસુ બનતો) દેશથી અવસત્ર છે. આ ગાથાનો અક્ષરાર્થ કહ્યો. ભાવાર્થ આ પ્રમાણે છે–(૧) આવશ્યક– આવશ્યક અનિયમિત સમયે કરે, ક્યારેક કરે, ક્યારેક ન કરે, અથવા કાયોત્સર્ગ વગેરે ઓછું કરવાથી હીન આવશ્યક કરે, અથવા અનુપ્રેક્ષા માટે અધિક કાયોત્સર્ગ કરવાથી અધિક આવશ્યક કરે, અથવા જે દેવસિક આવશ્યક તે રાત્રિક આવશ્યકમાં કરે અને જે રાત્રિક આવશ્યક તે દેવસિક આવશ્યકમાં કરે. (૨) સ્વાધ્યાય- સૂત્ર પોરિસીરૂપ કે અર્થ પોરિસી રૂપ સ્વાધ્યાય ન કરે. ગુરુ પ્રેરણા કરે ત્યારે ગુરુ સામે થઈને કંઈક અનિષ્ટ બોલીને રુચિ બતાવ્યા વિના સ્વાધ્યાય કરે, અથવા સર્વથા ન પણ કરે, અથવા વિપરીત કરે, ઉત્કાલિક શ્રુતના સમયે કાલિક શ્રુત ભણે, કાલિક શ્રુતના સમયે ઉત્કાલિક શ્રુત ભણે. (૩) પ્રતિલેખન- પ્રતિલેખન પણ આવર્તન આદિથી ન્યૂન-અધિક કરે, અથવા વિપરીત કરે, અથવા દોષોથી (=દોષો લાગે તે રીતે) કરે. (૪) ધ્યાન– ધર્મધ્યાન કે શુક્લધ્યાન યથાકાલ ન કરે. (૫) ભિક્ષા– ભિક્ષા લેવા ન જાય, ગુરુએ ભિક્ષા માટે જવાનું કહ્યું હોય તો ગુરુની સામે આવીને કંઈક અનિષ્ટ કહીને જાય, ઉપયોગપૂર્વક ભિક્ષાની વિશુદ્ધિ ન કરે દોષિત લાવે. (૬) ભક્તાર્થ– ભોજન સંબંધી કાર્ય બરોબર ન કરે, એટલે કે માંડલીમાં ભોજન ન કરે. કાકભક્ષિત, શૃંગાલભક્ષિત વગેરે અવિધિથી ભોજન કરે, અથવા બંને સાથે (બંને દોષ સહિત) ભોજન કરે. નિશીથચૂર્ણિમાં કહ્યું છે કે– ત્તિ મંત્રી તથા મુંબન ઇત્યાદિ. “ભાઈ ભોજન ક્યારેક માંડલીમાં કરે, ક્યારેક ભોજન (માંડલીમાં) ન કરે, અથવા માંડલીની સામાચારીનું પાલન ન કરે. અથવા બંને (દોષ) સાથે ભોજન કરે.” વ્યવહારચૂર્ણિમાં કહ્યું છે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org