________________
સંબોધ પ્રકરણ
कुलनिश्रया विहरति स्थापनाकुलानि चाकारणे प्रविशति । સડિપ્રોનયા ૫તિ તથા સંસ્તવં રતિ ॥ ૧૬.............
૧૯૪
ગાથાર્થ— જે કુલનિશ્રાથી ભિક્ષા માટે જાય, નિષ્કારણ સ્થાપનાકુળોમાં ભિક્ષા માટે જાય, સંખડીને જોઇને ભિક્ષા માટે જાય, તથા સંસ્તવ કરે તે દેશથી પાસત્યો છે.
વિશેષાર્થ (૧) પોતે જે જીવોને સમ્યક્ત્વ પમાડ્યું હોય તે કુળોમાં સારો સ્વાદિષ્ટ આહાર મેળવવાની બુદ્ધિથી નિરંતર તે કુળોમાં ભિક્ષા માટે જાય. અથવા શ્રદ્ધાળુ અને ભક્તિવાળા કુળોમાં જ ભિક્ષા માટે જાય, (૨) ગ્લાન વગેરે માટે સ્થાપિત કરેલાં (=ત્યાં નિશ્ચિત કરેલા સાધુ સિવાય બીજાઓએ નહિ જવું એમ નિર્ણિત કરેલાં) દાતાર કુળોમાં નિષ્કારણ આહારની લંપટતાથી ભિક્ષા માટે જાય. (૩) સ્વાદિષ્ટ આહાર મેળવવા માટે આજે ક્યાં જમણવાર છે ? કાલે ક્યાં છે ? અમુક દિવસે ક્યાં છે ? એમ શોધતો રહે=જોતો રહે અને જ્યારે જ્યાં જમણવાર હોય ત્યારે ત્યાં ભિક્ષા માટે જાય. આ દેશપાસસ્થાનું લક્ષણ છે. આ દોષોનું સેવન કરનારને બીજા ગ્રંથોમાં અનુક્રમે કુલનિશ્રિત, સ્થાપનાકુળભોજી અને સંખડીપ્રલોકનકારી કહ્યો છે. (૧૧)
ओसन्नो वि य दुविहो, सव्वे देसे य तत्थ सव्वंमि । નનનપીઢતો, ટવિયામોડ્ વ નાયવ્યો ।। ૨ ।।
अवसन्नोऽपि च द्विविधः सर्वस्मिन् देशे च तत्र सर्वस्मिन् । ऋतुबद्धपीठफलकः स्थापितभोजी च ज्ञातव्यः ॥ १२ ॥ ....... 3° ગાથાર્થ— અવસન્ન પણ સર્વથી અને દેશથી એમ બે પ્રકારે છે. તેમાં ઋતુબદ્ધપીઠફલક અને સ્થાપિતકભોજી સર્વથી અવસત્ર છે. ચોમાસા સિવાય શેષકાળમાં પણ વિના કારણે પાટ-પાટલા આદિનો ઉપયોગ કરનાર ઋતુબદ્ધપીઠફલક છે. ગૃહસ્થે' વહોરાવવા માટે રાખી મૂકેલો આહાર સ્થાપિત કહેવાય. સ્થાપિત આહાર લેનાર સ્થાપિતભોજી છે. (૧૨)
आवस्सयसज्झाए, पडिलेहणझाणभिक्खभत्तट्टे । आगमणे निग्गमणे, ठाणे अ निसीयण तुयट्टे ॥ १३ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org