________________
ગુરુ અધિકાર વિભાગ-૧
૧૮૯
મનોગુપ્તિ જણાવી છે . સમત્વે સુપ્રતિષ્ઠિતમ્ એ વિશેષણથી બીજી મનોગુપ્તિ જણાવી છે. આત્મારામ એ વિશેષણથી ત્રીજી મનોગુપ્તિ જણાવી છે.
ત્રણ પ્રકારની મનોગુપ્તિમાં પહેલી મનોગુપ્તિ અશુભ વિચારોથી નિવૃત્તિ સ્વરૂપ છે. બીજી મનોગુપ્તિ મનના શુભ વિચારોમાં પ્રવૃત્તિ સ્વરૂપ છે. ત્રીજી મનોગુપ્તિ મનના અભાવ સ્વરૂપ છે.
ત્રણ ગુપ્તિઓમાં મનોગુપ્તિ જ દુષ્કર છે. આ વિષે કહ્યું છે કે— अक्खाण रसणा कम्माण मोहणी तहा वयाण बंभवयं । गुत्तीण य मणगुत्ती, चउरो दुक्खेण जिप्यंति ॥ “ઇંદ્રિયોમાં રસના ઇંદ્રિય, કર્મોમાં મોહનીય કર્મ, વ્રતોમાં બ્રહ્મચર્યવ્રત, ગુપ્તિઓમાં મનોગુપ્તિ, આ ચાર દુ:ખે કરીને જીતાય છે.’
આમ મનોગુપ્તિ દુષ્કર હોવાથી તેના પાલનમાં વધારે કાળજી રાખવી જોઇએ.
૨. વચનગુપ્તિ– મૌન દ્વારા વચનવ્યાપારની નિવૃત્તિ અથવા શાસ્ત્રોક્ત વિધિ મુજબ સ્વાધ્યાય આદિમાં વચનની પ્રવૃત્તિ એ વચનગુપ્તિ છે. વચનગુપ્તિનું લક્ષણ યોગશાસ્ત્રમાં આ પ્રમાણે જણાવ્યું છે–
संज्ञादिपरिहारेण, यन्मौनस्यावलम्बनम् ।
વાવૃત્ત: સંવૃત્તિવા થા, મા વાિિોચ્યતે | -૪૨ ॥ “હાથ વગેરેની ચેષ્ટા રૂપ સંજ્ઞાનો ત્યાગ કરીને મૌન રહેવું અથવા વાણીનું નિયંત્રણ કરવું એ વચનપ્તિ છે.”
વચનગુપ્તિના બે પ્રકાર છે. મૌનદ્વારા વચનવ્યાપારની નિવૃત્તિ એ એક પ્રકાર છે. વાણી બોલવી, પણ વાણી ઉપર નિયંત્રણ કરીને વાણી બોલવી તે બીજો પ્રકાર છે. યોગશાસ્ત્રમાં “મૌનસ્યાવતાનમ્' એમ કહીને પહેલો પ્રકાર જણાવ્યો છે. વાવૃત્ત: સંવૃત્તિવા એમ કહીને બીજો પ્રકાર બતાવ્યો છે. પહેલો પ્રકાર વચનની નિવૃત્તિ રૂપ છે અને બીજો પ્રકાર વચનની શુભ પ્રવૃત્તિરૂપ છે.
મૌન રાખે પણ હાથ હલાવવો, ચપટી વગાડવી, વગેરે અર્થસૂચક ચેષ્ટાઓ રૂપ સંજ્ઞા કરીને બીજાને સૂચના કરે, તો મૌન નિષ્ફળ ગણાય. માટે હાથ વગેરેની ચેષ્ટા રૂપ સંજ્ઞાનો ત્યાગ કરીને થતા મૌનને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org