________________
સંબોધ પ્રકરણ
૧૮૮
આદાન-નિક્ષેપ સમિતિનો આ શબ્દાર્થ છે. ભાવાર્થ આ પ્રમાણે છે– સંયમનાં ઉપકરણોને ચક્ષુથી જોઇને અને રજોહરણ આદિથી પ્રમાર્જીને ગ્રહણ કરવાં તથા ભૂમિનું નિરીક્ષણ અને પ્રમાર્જન કરીને ભૂમિ ઉપર મૂકવાં તે આદાન-નિક્ષેપ સમિતિ.
પારિષ્ઠાપનિકા સમિતિ– પારિષ્ઠાપનિકા એટલે ત્યાગ. ત્યાગ કરવામાં સમ્યક્ પ્રવૃત્તિ તે પારિષ્ઠાપનિકા સમિતિ. પારિષ્ઠાપનિકા શબ્દનો આ માત્ર શબ્દાર્થ છે. ભાવાર્થ આ પ્રમાણે છે–કફ, શ્લેષ્મ, મળ, મૂત્ર આદિનો ભૂમિનું બરોબર નિરીક્ષણ કરીને જીવજંતુથી રહિત અચિત્ત ભૂમિ ઉપર જયણાથી ત્યાગ કરવો તે પારિષ્ઠાપનિકા સમિતિ છે.
ત્રણ ગુપ્તિની વિચારણા
૧. મનોગુપ્તિ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન રૂપ અશુભ વિચારોથી નિવૃત્તિ અથવા ધર્મધ્યાન અને શુક્લધ્યાન રૂપ શુભધ્યાનમાં મનની પ્રવૃત્તિ, અથવા શુભ-અશુભ બંને પ્રકારના વિચારોનો ત્યાગ, એ મનોગુપ્તિ છે. મનોગુપ્તિનું લક્ષણ યોગશાસ્ત્રમાં આ પ્રમાણે બતાવ્યું છે–
विमुक्तकल्पनाजालं, समत्वे सुप्रतिष्ठितम् ।
आत्मारामं मनस्तज्ज्ञैर्मनोगुप्तिरुदाहृता ॥ (१-४१ )
“આર્ત-રૌદ્રધ્યાનની પરંપરાવાળી કલ્પનાઓથી મુક્ત, સમભાવમાં રહેલ અને આત્મામાં રમણતા કરતા મનને મનોગુપ્તિને જાણનારાઓએ મનોગુપ્તિ કહેલ છે.”
આનો ભાવાર્થ આ પ્રમાણે છે. મનોગુપ્તિના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે—(૧) આર્ત-રૌદ્રધ્યાનથી નિવૃત્તિ એ પહેલી મનોગુપ્તિ છે. (૨) શાસ્ત્રાનુસારે ધર્મધ્યાનની પરંપરાવાળી સમતા એ બીજી મનોગુપ્તિ છે. (૩) યોગ નિરોધ અવસ્થામાં થનારી આત્મરમણતા એ ત્રીજી મનોગુપ્તિ છે. (અર્થાત્ શુભ-અશુભ બંને પ્રકારના મનના વિચારોનો ત્યાગ એ ત્રીજી મનોગુપ્તિ છે.) આ ત્રણ પ્રકારની ગુપ્તિને યોગશાસ્ત્રમાં મનના ત્રણ વિશેષણોથી જણાવી છે. વિમુòલ્પનાનાનું એ વિશેષણથી પહેલી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org