________________
ગુરુ અધિકાર વિભાગ-૧
૧૮૫ સહન કરે, તેમ મુનિ પરિષદાદિ કષ્ટોને સહન કરે છે. (૨) પૃથ્વી ધનધાન્યાદિ સહિત હોય છે, તેમ મુનિ જ્ઞાનાદિ ઋદ્ધિ સહિત હોય છે. (૩) જેમ પૃથ્વી શાલિ, ઘઉં વગેરે અનેક ધાન્યોની ઉત્પત્તિ કરે, તેમ મુનિ આત્મભૂમિમાં જ્ઞાનાદિ અનેક પ્રકારના ગુણોની ઉત્પત્તિ કરે છે. (૪) પૃથ્વી જેમ ઝેરનું શોષણ કરી અમૃત આપે, તેમ મુનિ અપરાધીના અપરાધોની ઉપેક્ષા કરી ઉપકાર કરે છે. (૫) પૃથ્વી છેદાય, ભેદાય તો પણ કોઈ આગળ ફરિયાદ કરે નહિ, તેમ મુનિ પણ કોઈ ઉપસર્ગ, નિંદા, અવહેલના કરે તો કોઈની આગળ દીનતાદિ કરે નહિ. (૯) પૃથ્વી કાદવ, કચરો વગેરેને સૂકવી નાંખે છે, તેમ મુનિ કામભોગની વાસનારૂપ કાદવને સૂકવી નાંખે છે. (૭) પૃથ્વી જેમ વૃક્ષાદિકને આધારરૂપ છે, તેમ મુનિ આત્માર્થી જીવોને આધારરૂપ છે.
૧૦. કમલની ઉપમા- (૧) કમલ કાદવમાં ઉગે, જલથી વધે અને કાદવ તથા જલને છોડી અલગ રહે છે. મુનિ પણ કર્મકાદવમા ઉત્પન્ન થાય છે, ભોગજલથી વધે છે, છતાં તે બંનેને છોડીને અલગ રહે છે. (૨) જેમ કમલ વેલાઓને સુગંધથી વાસિત કરે છે, તેમ મુનિ જ્ઞાન, શ્રદ્ધા અને વિરતિરૂપ સુગંધથી પૂર્વષિઓને-શાસનને ઉજ્જવળ બનાવે છે. (૩) જેમ કમળો ચંદ્ર-સૂર્યથી વિકસ્વર થાય, તેમ મુનિ લઘુકર્મી શ્રોતાદિ ભવ્યોને જોઈ આનંદ પામે. (૪) જેમ કમલ સુગંધથી સુવાસિત હોય છે, તેમ સાધુ સ્વભાવરમણતાદિ ગુણોથી સ્વયં સુગંધિત હોય છે. (૫) કમલ પોતાની કાંતિથી દેદીપ્યમાન હોય છે, તેમ મુનિ જ્ઞાન, ધ્યાન, તમ-તેજની કાંતિથી દેદીપ્યમાન રહે છે. (૬) જેમ કમલ નિર્મળ-ઉજ્જવળ હોય છે, તેમ મુનિ ધર્મધ્યાન શુક્લધ્યાન વડે નિર્મળ-ઉજ્જવળ હોય છે. (૭) જેમ કમળ સૂર્ય-ચંદ્ર સન્મુખ રહી ખીલે છે, તેમ મુનિ હંમેશા આચાર્ય, ઉપાધ્યાય, બહુશ્રુતની સન્મુખ=સાપેક્ષ રહી વિકાસ સાધે છે.
૧૧. સૂર્યની ઉપમા– (૧) સૂર્ય પોતાના પ્રકાશથી સમગ્ર પૃથ્વીમંડલને પ્રકાશિત કરે છે, તેમ જિન અણગાર સમ્યજ્ઞાનના મહાપ્રકાશ વડે અતીન્દ્રિય એવા ધર્માસ્તિકાયાદિ પદાર્થમય સમગ્ર લોકને પ્રકાશિત કરે છે. (૨) સૂર્ય જેમ પોતાના તેજથી દીપ્તિમાન છે, તેમ મુનિ તપના તેજથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org