________________
દેવ અધિકાર
૫
ચરમયથાપ્રવૃત્તિકરણમાં જીવ ચ૨માવર્તમાં આવે ત્યારે પ્રારંભથી જ મોક્ષમાર્ગનો અનુરાગ થાય જ એવો નિયમ નથી. ચરમાવર્તમાં આવ્યા પછી પણ જ્યાં સુધી ચરમયથાપ્રવૃત્તિકરણમાં ન આવે ત્યાં સુધી મોક્ષમાર્ગનો અનુરાગ ન થાય. જીવને અનેકવાર યથાપ્રવૃત્તિકરણ થાય છે. પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી. જે યથાપ્રવૃત્તિકરણ પછી જીવ અવશ્ય સમ્યક્ત્વને પામે તે યથાપ્રવૃત્તિકરણ ચરમ(=છેલ્લું) યથાપ્રવૃત્તિકરણ કહેવાય છે. ચ૨મયથાપ્રવૃત્તિકરણને બરોબર સમજવા માટેયથાપ્રવૃત્તિકરણ વગેરે ત્રણ કરણને વિસ્તારથી સમજવાની જરૂર છે. તે આ પ્રમાણે—
કરણના ત્રણ પ્રકાર
करणं अहापवत्तं, अपुव्वमणियट्टि चेव भव्वाणं । इयरेसिं पढमं चिय, भण्णइ करणत्ति परिणामो ॥ २९ ॥
યથાપ્રવૃત્તિ, અપૂર્વ અને અનિવૃત્તિ એમ ત્રણ કરણ છે. આ ત્રણ કરણ ભવ્યોને જ હોય છે. અભવ્યોને એક જ યથાપ્રવૃત્તિકરણ હોય છે. કરણ એટલે જીવના પરિણામ=અધ્યવસાયો. (૨૯)
ર
કયું કરણ ક્યારે હોય તેનો નિર્દેશ—
जा गंठी ता पढमं गठिं समइच्छओ भवे बीयं । अणिट्टीकरणं पुण, समत्तपुरक्खडे जीवे ॥ ३० ॥
ગ્રંથિ (=ગ્રંથિદેશ) સુધી પહેલું યથાપ્રવૃત્તિકરણ, ગ્રંથિને ભેદતાં બીજું અપૂર્વકરણ, અને જીવ સમ્યક્ત્વાભિમુખ બને ત્યારે (=ગ્રંથિભેદ થયા પછી સમ્યક્ત્વની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી) ત્રીજું અનિવૃત્તિકરણ હોય છે.
૩
ત્રણ કરણોને બરાબર સમજવા માટે યથાપ્રવૃત્તિ વગેરે શબ્દોના અર્થને બરોબર સમજવાની જરૂર છે. આથી આપણે અહીં યથાપ્રવૃત્તિ, ગ્રંથિ, ગ્રંથિદેશ, અપૂર્વ અને અનિવૃત્તિશબ્દના ભાવને થોડા વિસ્તારથી વિચારીએ.
૧. દૂરભવ્યોને પણ એક જ યથાપ્રવૃત્તિકરણ હોય છે.
૨. વિશેષા૦ ગાથા-૧૨૦૨.
૩. વિશેષા૦ ગાથા-૧૨૦૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org