________________
૧૮૦
સંબોધ પ્રકરણ
વિશેષ ભેદોથી, વેષ અને આગમ પ્રમાણથી ગુરુઓ (આ ગુરુ સાચા છે કે ખોટા છે એમ) વિભાગ કરવા યોગ્ય છે. (૩) गुणओब्भितरभावे, अणगारनियंठसाहुमुणिपमुहा । पज्जाया उवमा पुण, पसन्नचित्ताइगुणविहाणा ॥ ४ ॥ મુળતોડ ભ્યન્તરમાવે અનાર-નિર્માન્ધ-સાધુ-મુનિપ્રમુણ્ડાઃ । पर्याया उपमा पुनः प्रसन्नचित्तादिगुणविधाना ॥ ४ ॥ .. ગાથાર્થ ભાવગુરુ ગુણથી પોતાના આંતરિક સ્વભાવમાં રમણ કરનારા હોય. અણગાર, નિર્પ્રન્થ, સાધુ, મુનિ વગેરે ભાવગુરુના પર્યાયવાચી શબ્દો છે. નિર્મળચિત્ત વગેરે ગુણોથી ભાવગુરુને (આકાશ વગેરેની) ઉપમા આપવામાં આવી છે.
३४३
વિશેષાર્થ
અણગારને વરેલી ઉપમાઓ उरगगिरिजलणसागरनहतलतरुगणसमो अ जो होड़ । भमरमियधरणिजलरुहरविपवणसमो अ जो समणो ॥
अनुयोगद्वारसूत्र - १३१
પરમતારક શ્રીતીર્થંકરદેવના મુનિઓ સર્પ જેવા છે. પર્વત જેવા છે. અગ્નિ જેવા છે. સાગર જેવા છે. આકાશ જેવા છે. વૃક્ષ જેવા છે. ભ્રમર જેવા છે. હરણ જેવા છે. પૃથ્વી જેવા છે. કમળ જેવા છે. સૂર્ય જેવા છે અને પવન જેવા છે.
૧. સર્પની ઉપમા– (૧) સર્પ જેમ પોતાને માટે બિલ બનાવે નહીં પણ ઉંદર વગેરેએ બનાવેલ બિલમાં રહે, તેમ સાધુ પોતાને રહેવા માટે ઘર-મકાન કરે નહિ, કરાવે નહિ અને કરેલાની અનુમોદના પણ કરે નહિ, પરંતુ ગૃહસ્થે પોતાને માટે બનાવેલા નિર્દોષ મકાનમાં આજ્ઞા લઇને રહે. (૨) અગંધન કુલના સર્પો વમેલા વિષને પાછું ગ્રહણ કરતા નથી, તે રીતે મુનિ પણ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ, આ પાંચે ઇંદ્રિયોના વિષયોને ત્યજીને ફરી એની અભિલાષા કરતા નથી. (૩) સર્પ જેમ બિલમાં સીધી રીતે પ્રવેશે, તેમ મુનિ મોક્ષમાર્ગમાં સીધી રીતે
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org