________________
દેવ અધિકાર
પૂર્વપક્ષ—
जह सावज्जा किरिया, नत्थि प्पडिमासु एवमियरावि । तयभावे णत्थि फलं, अह होइ अहेउगं होइ ॥ ३१९ ॥
यथा सावद्या क्रिया नास्ति च प्रतिमासु एवमितराऽपि । तदभावे नास्ति फलमथ भवत्यहेतुकं भवति ॥ ३१९ ॥ . ............ ૧૧
ગાથાર્થ જેમ પ્રતિમામાં સાવધક્રિયા નથી તેમ નિરવદ્ય ક્રિયા પણ નથી જ. તો નિરવધ ક્રિયાના અભાવે પુણ્યરૂપ ફળ પણ નથી જ. છતાં ‘પુણ્ય થાય છે’ એમ માનીએ તો કારણ વિના કાર્ય થયું, એમ સિદ્ધ થાય. ફળ વંદનીયમાં રહેલ ક્રિયારૂપ હેતુથી મળે છે, અને પ્રતિમામાં ક્રિયારૂપ હેતુ નથી. છતાં ‘પુણ્ય મળે છે' એમ માનવાથી તો પુણ્યકર્મરૂપ કાર્ય કારણ વિના આકસ્મિક થયું એમ માનવું પડશે, અને એમ માનીએ તો મોક્ષ વગેરેનો અભાવ થાય. (૩૧૯) (ગુ.ત.વિ.ઉ.૩. ગા-૧૭૨)
ઉત્તરપક્ષ—
कामं उभयाभावो, तह वि फलं अत्थि मणविसुद्धीए । : તીક્ પુળ મળતુીફ, વારળ કુંતિ પત્તિમાઓ ॥ રૂ૨૦ ॥
૧૭૧
काममुभयाभावो तथापि फलमस्ति मनोविशुद्धया ।
३२०
तस्याः पुनः मनःशुद्धयाः कारणं भवन्ति प्रतिमाः || ३२० ॥ ગાથાર્થ— પ્રતિમામાં સાવઘ કે નિરવઘ કોઇ ક્રિયા નથી, તો પણ તેને વંદન કરનારને મનની શુદ્ધિ અને તેનાથી પુણ્યની પ્રાપ્તિરૂપ ફળ મળે છે. તે આ પ્રમાણે—વંદન કરનારને પુણ્યનું કારણ તેની પોતાની માનસિક શુદ્ધિ જ છે, વંદનીયમાં રહેલી ક્રિયા નથી. કારણ કે કોઇ અન્યની ક્રિયાથી અન્યને ફળ મળે એવુ બને જ નહિ.
પ્રશ્ન— (વાદી પૂછે છે કે–) તો પછી પ્રતિમાનું પ્રયોજન શું ?
ઉત્તર— (પ્રતિવાદી કહે છે કે—) પ્રતિમા માનસિક શુદ્ધિમાં કારણ છે. કારણ કે માનસિક વિશુદ્ધિ પ્રતિમા દ્વારા થાય છે એ દેખાય છે, એવો અનુભવ થાય છે. (૩૨૦) (ગુ.ત.વિ.ઉ.૩. ગા-૧૭૪)
Jain Education International
* For Personal & Private Use Only
www.jainelibrary.org