________________
સંબોધ પ્રકરણ
ગાથાર્થ– જ્ઞાનાવરણીય અને દર્શનમોહનીયનો ક્ષયોપશમ થયે છતે જીવને નામનિક્ષેપ વગેરે આઠ ભાંગાઓમાં સર્વત્ર લાભ થાય છે.
૧૬૮
વિશેષાર્થ— દર્શનમોહનીયનો ક્ષયોપશમ થતાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે અને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ પણ અવશ્ય થાય છે. આથી જ્ઞાનાવરણીય અને દર્શનમોહનો ક્ષયોપશમ થયે છતે એટલે સમ્યક્ત્વની પ્રાપ્તિ થયે છતે એવો અર્થ થાય. અરિહંતના કોઇપણ પ્રકારની ભક્તિ સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા પછી જ યથાર્થ ફળ આપનારી બને છે. (૩૧૨)
तित्थयरगुणा पडिमासु, नत्थि निस्संसयं वियाणंतो । तित्थयरोति णमंतो, सो पावइ निज्जरा विउला ॥ ३१३ ॥
'
तीर्थंकरगुणाः प्रतिमासु नास्ति निःसंशयं विजानन् ।
..
तीर्थंकर इति नमन् स प्राप्नोति निर्जरां विपुलान् ॥ ३१३ ॥
३१३
ગાથાર્થ– પ્રતિમામાં તીર્થંકરના “જ્ઞાનાદિ ગુણો નથી” એમ નિઃસંદેહ (નિશ્ચિત) જાણવા છતાં આ તીર્થંકર છે” એમ માનીને શુદ્ધભાવથી વંદન કરનાર ઘણી નિર્જરાને પામે છે. (૩૧૩)
जह सिद्धा संपूण्णा, गुणेहिं सत्ताइ नो वियत्तीए । तह दव्वसिद्धरूवा, पडिमा अज्झप्पजोगेण ॥ ३१४ ॥
यथा सिद्धा संपूर्णा गुणैः सत्तया नो व्यक्त्या ।
तथा द्रव्यसिद्धरूपा प्रतिमाऽध्यात्मयोगेन ॥ ३१४ ॥ ............... oY ગાથાર્થ— જેવી રીતે સિદ્ધો સત્તાથી ગુણોથી સંપૂર્ણ છે, પણ સ્પષ્ટપણે ગુણો નથી, અર્થાત્ એ ગુણો છદ્મસ્થ જીવોને સ્પષ્ટ દેખાતા નથી. (છતાં તેમની આરાધના ફળ આપે છે.) તેમ જિનપ્રતિમા ચિત્તવિશુદ્ધિના યોગથી દ્રવ્યસિદ્ધરૂપ છે. (તેથી જિનપ્રતિમાની આરાધના ફળ આપે છે.)
વિશેષાર્થ— જે ભાવનું કારણ બને તે દ્રવ્ય કહેવાય. એવો દ્રવ્ય શબ્દનો અર્થ છે. જિનપ્રતિમાની આરાધનાથી જીવો સિદ્ધ થાય છે માટે જિનપ્રતિમા દ્રવ્યસિદ્ધસ્વરૂપ છે. માટે આરાધ્ય છે. (૩૧૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org