________________
દેવ અધિકાર
૧૬૫
ગાથાર્થ– સાધુ અને શ્રાવકને આશ્રયીને વિરત, સર્વથી વિરત, વિરતાવિરત અને સર્વથી વિરતાવિરત એમ ચાર પ્રકાર છે. (૩૦૫) मिच्छा केवलसम्मा सम्माऽविरया य संजमाविरया । अकसिणसंजमविरया, विरयाविरया तहा कसिणा ॥ ३०६ ॥ મિથ્યા(દૃષ્ટિ:) વતસમ્ય(દૃષ્ટિ) સમ્ય(વર્શન)અવિરતાશ્ચ સંયમાવિતા: । અન્નસંયમવિરતા વિતાવિરતાસ્તથા ત્ત્રાઃ ॥ ૩૦૬ ॥............. ગાથાર્થ (મિચ્છા=) મિથ્યાર્દષ્ટિ શ્રાવકો કે મિથ્યાર્દષ્ટિ સાધુઓ વિરત છે. (વાસથ=) સમ્યગ્દષ્ટિ શ્રાવકો સર્વથી વિરત છે. (અસિળસંયમવિયા=) અપૂર્ણસંયમથી અટકેલા દેશવિરતિ શ્રાવકો વિરતાવિરત છે. (મિળ=) સર્વવિરતિધર સર્વથી વિરતાવિરત છે.
"
વિશેષાર્થ— મિથ્યાર્દષ્ટિ શ્રાવક બાહ્યથી જિનભક્તિ કરતો હોવાથી દ્રવ્યમિથ્યાત્વથી વિરત છે=અટકેલો છે માટે વિરત છે. સંયમથી અવિરત કેવળ સમ્યગ્દષ્ટિ શ્રાવક દ્રવ્ય અને ભાવ એમ બંને મિથ્યાત્વથી અટકેલો છે માટે સર્વથી વિરત છે. દેશવિરતિ શ્રાવક આંશિક પાપથી અટકેલો છે અને સંપૂર્ણ પાપથી અટકેલો નથી માટે વિરતાવિરત છે. સર્વવિરતિધર સંપૂર્ણ પાપથી અટકેલો છે, પણ કષાયોથી અટકેલો નથી માટે સર્વથી વિતાવિરત છે. (૩૦૬)
पुव्वाणं जा किरिया, हिंसा अणुबंधभावसंजणिया । इयराणज्झवसायविसेसओ अग्गिमा दुविहा ॥ ३०७ ॥
पूर्वाणां या क्रिया हिंसाऽनुबन्धभावसंजनिता । इतरेषामध्यवसायविशेषतोऽग्रिमा दुविहा ॥ ३०७ ॥
३०७
ગાથાર્થ— પૂર્વ (=મિથ્યાર્દષ્ટિ) શ્રાવકોની ધર્મક્રિયા હિંસાના અનુબંધભાવથી કરાયેલી છે, અર્થાત્ મિથ્યાર્દષ્ટિ શ્રાવકોની ધર્મમાં પાલન કરાતી અહિંસા હિંસાના અનુબંધવાળી છે. બીજા ત્રણની અહિંસા અધ્યવસાય વિશેષથી અનુબંધ અહિંસા કે હેતુઅહિંસા હોય.
વિશેષાર્થ– મિથ્યાદૃષ્ટિની અહિંસા પણ હિંસાના અનુબંધવાળી હોય એ વિષે અધ્યાત્મસારમાં કહ્યું છે કે—
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org