________________
૩
દેવ અધિકાર
વિષય- બુદ્ધિશાળી પુરુષો આ ગ્રંથમાં પોતાને ઈષ્ટ વિષય છે એમ જાણ્યા વિના ગ્રંથનું વાંચન કરે નહિ, એથી બુદ્ધિશાળી પુરુષો ગ્રંથને વાંચે એ માટે ગ્રંથનો વિષય (=અભિધેય) કહેવો જોઈએ. આથી ગ્રંથકારે “સંબોધ પ્રકરણને કહીશ” એમ કહીને આ ગ્રંથના વિષયનો નિર્દેશ કર્યો છે. સંબોધ પ્રકરણ આ ગ્રંથનો વિષય છે અભિધેય છે.
પ્રયોજન–વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારા બુદ્ધિશાળી પુરુષો જે શાસ્ત્રમાં કોઈ પ્રયોજન ( શાસ્ત્રને રચવાનો હેતુ) જણાવવામાં ન આવ્યું હોય તેમાં પ્રવૃત્તિ કરતા નથી. આથી વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારા પુરુષો શાસ્ત્રમાં પ્રવૃત્તિ કરે એ માટે પ્રયોજન કહેવું જોઈએ. આથી ગ્રંથકારે “સુવિહિતોના હિત માટે અને ચરમાવર્તમાં ચરમ યથાપ્રવૃત્તિકરણમાં રહેલા અને મોક્ષમાર્ગમાં અનુરાગવાળા ભવ્ય જીવોને બોધ પમાડવા માટે” એમ કહીને ગ્રંથરચનાનું પ્રયોજન જણાવ્યું છે.
પ્રયોજનનું વિશેષ વર્ણન– પ્રયોજન અનંતર અને પરંપર એમ બે પ્રકારે છે. એ બંને પ્રકારના પ્રયોજનના કર્તા અને શ્રોતાની અપેક્ષાએ બે પ્રકાર છે. આથી પ્રયોજનના કુલ ચાર ભેદ થયા.
કર્તાનું અનંતર પ્રયોજન- ભવ્ય જીવોને પ્રસ્તુત ગ્રંથનો બોધ. કર્તાનું પરંપર પ્રયોજન- પરોપકાર દ્વારા કર્મક્ષયથી મોક્ષ. શ્રોતાનું અનંતર પ્રયોજન– પ્રસ્તુત ગ્રંથનો બોધ. શ્રોતાનું પરંપર પ્રયોજન- (ચારિત્ર આદિથી) મોક્ષપ્રાપ્તિ. સંબંધ – ગ્રંથના પ્રારંભમાં સંબંધ પણ કહેવો જોઈએ. “આ ગ્રંથનું આ ફળ છે એવો જે યોગ (=ગ્રંથનો ફળની સાથેનો સંબંધ) તે સંબંધ કહેવાય છે. પ્રસ્તુતમાં સાધ્ય-સાધન સંબંધ છે. સાધ્ય એટલે જે સિદ્ધ કરવાનું હોય =પ્રાપ્ત કરવાનું હોય) તે. બીજા શબ્દોમાં કહીએ તો સાધ્ય એટલે પ્રયોજન ફળ. સાધ્યને જે સિદ્ધ કરી આપે=પ્રાપ્ત કરી આપે તે સાધન. પ્રસ્તુતમાં સંબોધ પ્રકરણનો બોધ સાધ્ય પ્રયોજન છે. આ ગ્રંથ તેનું સાધન છે. આ ગ્રંથનો ફળની સાથે સંબંધ તે સાધ્ય-સાધન સંબંધ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org