________________
૧૫૧
દેવ અધિકાર વિશેષાર્થ– કમલાભ આચાર્યનું દષ્ટાંત આ પ્રમાણે છે–
કમલપ્રભાચાર્ય (સાવધાચાર્ય)નું દષ્ટાંતા આ ઋષભ વગેરે તીર્થકરોની ચોવીશીથી અનંતકાળ પહેલાં થઈ ગયેલી ચોવીશીમાં મારા જેવા સાત હાથની કાયાવાળા ધર્મશ્રી નામના છેલ્લા તીર્થંકર થયા. તે તીર્થકરના શાસનમાં સાત આશ્ચર્યો થયા. તેમાં અસંયતોની પૂજા શરૂ થતાં શ્રાવકો પાસેથી લીધેલા ધનથી અસંતોએ પોતપોતાનાં મંદિરો બંધાવ્યાં. એ મંદિરોની સાર-સંભાળ માટે મંદિરની પાસે મકાન બનાવીને તેમાં રહેવા લાગ્યા. આથી તે અસંયતો “ચૈત્યવાસી તરીકે પ્રસિદ્ધ થયા. તે વખતે કુવલયપ્રભ નામના સાધુ હતા. તેમની શરીરકાંતિ મરતરત્ન જેવી હતી. તે મહાતપસ્વી અને ઉગ્રવિહારી હતા. શિષ્યગણથી પરિવરેલા તે જયાં ચૈત્યવાસીઓ હતા ત્યાં પધાર્યા. ચૈત્યવાસીઓએ તેમને વંદન કરીને કહ્યું તમે વર્ષાકાળમાં એક ચોમાસું અહીં રહો. જેથી તમારી આજ્ઞાથી અનેક જિનાલયો થાય. અમારા ઉપર અનુગ્રહ કરો. તેમણે કહ્યું. આ સાવદ્ય =પાપ) હું વચનમાત્રથી પણ નહિ કરું. (આજ્ઞા કરીને મંદિરો બનાવવા એ પાપ છે.) તેમણે આ પ્રમાણે કહીને (શુદ્ધપ્રરૂપણા કરીને) તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું, અને સંસાર માત્ર એક જ ભવ બાકી રહે તેટલો ટૂંકો કરી નાંખ્યો. તેમણે આ સાવદ્ય હું વચનમાત્રથી પણ નહિ કરું એમ કહ્યું તેથી બધા ચૈત્યવાસીઓએ એકમત થઇને તેમનું સાવઘાચાર્ય એવું નામ પાડ્યું અને બધે) પ્રસિદ્ધ કર્યું. આમ છતાં તેમને ચૈત્યવાસીઓ ઉપર જરાય ગુસ્સો ન આવ્યો. " એકવાર માત્ર વેશથી સાધુબનેલાતચૈત્યવાસીઓમાં પરસ્પર આગમની વિચારણા થઈ. તે આ પ્રમાણે–શ્રાવકોના અભાવમાં સાધુઓ જ ઉપાશ્રય અને મંદિરોનું રક્ષણ કરે અને પડી ગયેલા ઉપાશ્રય-મંદિરનું સમારકામ કરાવે. ત્યાં બીજું પણ જે કંઈ કરવા યોગ્યતે પણ કરવામાં દોષ નથી. કોઈક ચૈત્યવાસીઓએ કહ્યું સંયમ મોક્ષમાં લઈ જાય. કોઈક ચૈત્યવાસીઓએ કહ્યુંઃ જિનમંદિરમાં પ્રસાલાવાં મંદિરરૂપી આભૂષણમાં) પૂજા, સત્કાર અને બલિવિધાન આદિ કરવાથી શાસનની પ્રભાવના થાય. શાસનપ્રભાવનાથી જ મોક્ષમાં જવાય. આ પ્રમાણે વિવાદમાં યથેચ્છ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org