________________
સંબોધ પ્રકરણ
પારિણામિકભાવ, પ્રમાણભૂત છે. કેમ કે પારિણામિકભાવને અનુરૂપ કર્મના બંધનો અને કર્મના અબંધનો સંભવ છે અને પ્રાણાતિપાતના અધ્યવસાયને આશ્રયીને જ પ્રાણાતિપાતની ક્રિયા થાય છે. આજ વચનને આશ્રયીને આવશ્યકમાં “આત્મા જ અહિંસા છે અને આત્મા જ હિંસા છે એ પ્રમાણે આ નિશ્ચયનય છે” એવું સૂત્ર પ્રવર્તેલ છે.
(પંડિત પ્રવિણભાઇ ખીમજી મોતા કૃત પ્રતિમાશતકના વિવેચનમાંથી સાભાર ઉદ્ધૃત). (૨૬૫)
जोयकिरियाफलाणं, वंचणया इत्थ होइ किरियाए । चउगइगमणपट्टण - किरिया हिंसा वि सा हिंसा ॥ २६६ ॥
૧૪૪
૨૬૬
योगक्रियाफलयोर्वञ्चनताऽत्र भवति क्रियायाः । વતુઽતિશમનપ્રવર્તનનિયાઽહિંસાઽપિ સા હિંસા ॥ ૨૬૬ ............ ગાથાર્થ— મન-વચન-કાયારૂપ યોગની ક્રિયા અને તેનું ફળ એ બેમાં ક્રિયાની છેતરામણી છે, અર્થાત્ બાહ્યક્રિયા પ્રમાણે ફળ મળતું નથી. (તેથી જ) ચાર ગતિઓમાં જવાનું=ભટકવાનું થાય તેવી ક્રિયામાં બાહ્યથી અહિંસા હોવા છતાં=હિંસા ન દેખાતી હોવા છતાં તે હિંસા જ છે.
વિશેષાર્થ શિકારી પક્ષીઓ માટે જુવારના દાણા વગેરે ચણ નાંખવાની ક્રિયા કરે છે, ત્યારે બાહ્યથી દયા=અહિંસા દેખાતી હોવા છતાં પરમાર્થથી હિંસા જ છે. કારણ કે અંતરમાં એ રીતે પક્ષીઓને ફસાવી મારી નાખવાનો જ પરિણામ રહેલો હોય છે. અહીં ક્રિયા અહિંસાની હોવા છતાં ફળ હિંસાનું મળે છે. મુનિઓ નદી ઉતરે છે ત્યારે બાહ્યક્રિયા હિંસાવાળી હોવા છતાં ફળ અહિંસાનું મળે છે. આમ બાહ્મક્રિયા પ્રમાણે ફળ મળતું નથી.
સૂક્ષ્મ એકેંદ્રિય વગેરે જીવો જીવને મારવાની ક્રિયા ન કરતા હોવા છતાં હિંસાનો પરિણામ રહેલો હોવાથી તેમને હિંસાજન્ય કર્મબંધ થાય જ છે. ભક્તિથી યતનાપૂર્વક પૂજા કરનાર માણસ પૂજામાં બાહ્યથી હિંસા કરતો દેખાતો હોવા છતાં હિંસાના પરિણામ ન હોવાથી તેને હિંસાજન્ય કર્મબંધ ન થાય. (૨૬૬)
ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org