________________
૧૪૨
સંબોધ પ્રકરણ
સૂક્ષ્મ દૃષ્ટિથી ભાવહિંસાને વિચારીએ. હિંસા માટે કાયાથી પ્રયત્ન ન કરે, વચનથી બોલે નહિ અને મનમાં વિચારણા ન કરે તો પણ જો આત્મામાં જીવરક્ષાના પરિણામ ન હોય તો ભાવહિંસા થાય છે. આથી જીવરક્ષાના પરિણામ રહિત સર્વ જીવો સદા ભાવહિંસાનું પાપ બાંધે છે.
(૨) રક્ષાના પરિણામથી રહિત જીવ જ્યારે પ્રાણવધ કરે છે ત્યારે દ્રવ્ય-ભાવ હિંસા કરે છે.
(૩) ગૃહસ્થાવાસમાં રહેલ જે સાધક હિંસાની સૂક્ષ્મ વ્યાખ્યા સમજે છે અને હિંસાથી સર્વથા નિવૃત્ત થઈ જવાની તીવ્ર ઇચ્છા રાખે છે, છતાં સંયોગોની વિપરીતતાથી સર્વથા હિંસાથી નિવૃત્ત થઈ શકતો નથી, તે સાધકથી દુભાતા દિલે થતી જીવનનિર્વાહ માટે અનિવાર્યહિંસા દ્રવ્યહિંસા છે. આમ સંસારમાં રહેલા મનુષ્યોમાં ત્રણ પ્રકારની હિંસા સંભવે છે.
(૪) સંસારત્યાગી અપ્રમત્ત મુનિથી સંયોગવશાત્ થઈ જતી હિંસા દ્રવ્યહિંસા છે. જેમ કે–અપ્રમત્તભાવે યુગપ્રમાણ દષ્ટિ રાખીને જઈ રહેલ મુનિના પગ નીચે અકસ્માત્ કોઈ જીવ આવી જાય અને મૃત્યુ પામે તો એ દ્રવ્યહિંસા છે. કારણ કે મુનિ અપ્રમત્ત છે. તેમનું મન જીવોને બચાવવાના જ ધ્યાનમાં છે. છતાં સંયોગ એવો છે કે જીવ બચાવી શકાતો નથી. તેવા પ્રકારના રોગ આદિ પ્રબળ કારણો ઉપસ્થિત થતાં દુભાતા હૃદયે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ઔષધસેવન આદિમાં થતી હિંસા પણ દ્રવ્યહિંસા છે. સંસાર ત્યાગી મુનિ જો પ્રમોદ કરે=જીવ રક્ષા તરફ લક્ષ્ય ન રાખે તો પ્રાણવિયોગ રૂપ દ્રવ્યહિંસા ન થવા છતાં ભાવહિંસા અવશ્ય થાય છે, અને જ્યારે પ્રમાદની સાથે પ્રાણવિયોગ પણ થાય છે ત્યારે દ્રવ્ય-ભાવ હિંસા થાય છે. આમ અપેક્ષાએ ગૃહસ્થાવાસના ત્યાગી મુનિઓમાં પણ ત્રણ પ્રકારની હિંસા સંભવિત છે.
અહીં સૂક્ષ્મદષ્ટિથી વિચારવામાં આવે તો જણાશે કે જેમાં મોટા ભાગના ગૃહસ્થોમાં સદા ભાવહિંસા હોય છે તેમ સાધુઓમાં સદા દ્રવ્ય હિંસા હોય છે. કારણ કે શ્વાસોચ્છવાસ, હાથ-પગપ્રસારણ આદિથી સૂક્ષ્મ વાયુકાયના જીવોની હિંસા થયા કરે છે. પોતે અપ્રમત્ત હોવાછતાં આહિંસાનો પરિહાર અશક્ય છે. આવી દ્રવ્યહિંસા ૧૩મા ગુણસ્થાનક સુધી હોય છે. ૧૪મા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org