________________
૧૩૮.
સંબોધ પ્રકરણ थोवं कयं सुपत्थं, नीरोगं कुणइ जह सुविसुद्धं । तह विहिणाणुहाणं, विहियं भाविज्ज अमियफलं ॥२६२ ॥ स्तोकं कृतं सुपथ्यं निरोगं करोति तथा सुविशुद्धम्। તથા વિધિનાનુષ્ઠાન વિહિત મવેતનમ્ II રદ્દર .... ... રદ્દર ,
ગાથાર્થ જેમ રોગીને હિતકર એવું ઔષધ વગેરે અત્યંત વિશુદ્ધ હોય તો થોડું પણ લેવાથી રોગીને રોગરહિત કરે છે, તેવી રીતે વિધિપૂર્વક કરેલું અનુષ્ઠાન અમાપ ફળવાળું થાય છે. (૨૬૨).
जम्हाणुबंधहिंसा, सम्मट्ठिीण तो हविज्जत्थ। तह तह हेउवओगा, अविहीए हुज्ज फलचित्ता ॥२६३ ॥ यस्मादनुबन्धहिंसा सम्यग्दृष्टिनां न भवेत् यत्र । તથા તથા હેતુપયોrવિધિના ભવેત્ +ત્નવિત્ર II રદ્દર II ....... ર૬૩
ગાથાર્થ– કારણ કે સમ્યગ્દષ્ટિ જીવોને જિનપૂજામાં અનુબંધ હિંસા ન હોય. (અવિધિથી પૂજા કરે તો) અવિધિના કારણે તે તે રીતે હેતુ હિંસાનું કારણ વિદ્યમાન હોવાથી વિચિત્ર ફળવાળી હેતુ હિંસા હોય.
વિશેષાર્થ– અનુબંધ, હેતુ અને સ્વરૂપ એ ત્રણ પ્રકારની હિંસામાં અનુબંધહિંસા જ મુખ્ય હિંસા છે. કેમ કે અનુબંધહિંસા સંસાર પરિભ્રમણનું કારણ છે. અવિધિથી પૂજા કરનારને પૂજામાં હતુહિંસાના કારણે કર્મબંધ થવા છતાં જિનપૂજામાં થતા શુભાધ્યવસાયથી એનો નાશ થઈ જાય છે. આ વિષે પૂર્વે કૂપનું દષ્ટાંત જણાવ્યું છે. (૨૬૩)
दुटाणुओगहरणी, करणी सम्मत्ततच्चफलजणणी। जा जा सरूवहिंसा, गुणसेणिदलाणनिट्ठवणी ॥२६४॥ दुष्टानुयोगहरणी करणी सम्यक्त्वतत्त्वफलजननी। યા યા સ્વરૂપહિંસા ગુણશ્રેણીતાનાં નિઝાપની I ર૬૪ ... .... ર૬૪
ગાથાર્થ– જિનપૂજામાં જે જે સ્વરૂપ હિંસા છે તે તે સ્વરૂપ હિંસા અશુભ કાર્યોના સંબંધને દૂર કરનારી છે, સમ્યકત્વ રૂપ તાત્ત્વિક ફળને ઉત્પન્ન કરનારી છે, તથા ગુણશ્રેણિના સમૂહને પૂર્ણ કરનારી છે, અર્થાત્ તેનાથી અનેક ગુણો પ્રગટે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org