________________
સંબોધ પ્રકરણ
વિશેષાર્થ– કુંભાર ઘડો બનાવવા માટે પહેલાં દંડથી ચક્રને ફેરવે છે. એથી ચક્ર જોરથી ભમવા લાગે છે. પછી દંડ વિના જ સ્વયં ચક્ર ભમ્યા કરે છે. તેવી રીતે પ્રસ્તુતમાં વચન અનુષ્ઠાનમાં દરેક અનુષ્ઠાન “આ અનુષ્ઠાન શાસ્ત્રમાં આ પ્રમાણે ક૨વાનું કહ્યું છે” એમ શાસ્ત્રને યાદ કરીને થાય છે. અસંગ અનુષ્ઠાનમાં દરેક અનુષ્ઠાન શાસ્ત્રને યાદ કર્યા વિના જ સહજ ભાવે થાય છે. અસંગ અનુષ્ઠાનમાં સંસ્કાર એટલા બધા દૃઢ થઇ ગયા હોય છે કે અનુષ્ઠાન કરતી વખતે શાસ્ત્રસ્મરણની જરૂર જ રહેતી નથી. જેમ પ્રારંભમાં ચક્રને ફેરવવા દંડની પ્રેરણાની જરૂર રહે છે. ભ્રમણનો વેગ વધી ગયા પછી દંડની પ્રેરણા વિના પણ સંસ્કારથી જ તે ફરે છે, તેમ પ્રસ્તુતમાં પ્રારંભમાં ઉચિત અનુષ્ઠાન માટે શાસ્ત્રપ્રેરણાની આવશ્યકતા રહે છે. શાસ્ત્રપ્રેરણાથી અનુષ્ઠાનનાસંસ્કાર અતિશય દૃઢ થઇ ગયા પછી આત્મામાં એ અનુષ્ઠાનના સંસ્કાર અતિશય દૃઢ થઇ જવાથી, જેમ ચંદનમાં સુગંધ સ્વાભાવિક હોય છે તેમ, સહજપણે અનુષ્ઠાન થયા કરે છે. જિનકલ્પી આદિ વિશિષ્ટ સાધુને અસંગ અનુષ્ઠાન હોય છે. (૨૪૧) (ચૈ.વં.મ.ભા. ગા-૮૯૩) पढमं भावलवाओ, पायं बालाइयाण संभवइ । तत्तो वि उत्तरुत्तरसंपत्ती नियमओ होइ ॥ २४२ ॥
૧૩૦
प्रथमं भावलवात् प्रायः बालादिकानां संभवति । ततोऽपि उत्तरोत्तरसंप्राप्तिर्नियमतो भवति ॥ २४२ ॥
.............૨૪૨
ગાથાર્થ– બાળ વગેરે જીવોને પહેલાં થોડો ભાવ થવાથી પ્રાયઃ પ્રીતિ અનુષ્ઠાન સંભવે છે. ત્યારબાદ પછી પછીના અનુષ્ઠાનની પ્રાપ્તિ નિયમા થાય છે. (૨૪૨) (ચૈ.વં.મ.ભા. ગા-૮૯૪)
तम्हा चउव्विपि हु, नेयमिणं पढमरूवगसमाणं । जम्हा मुणीहिं सव्वं, परमपयनिबंधणं भणियं ॥ २४३ ॥ तस्मात् चतुर्विधमपि खलु ज्ञेयमिदं प्रथमरूपकसमानम् । યસ્માત્ મુનિમિ: સર્વે પરમપવનિનધન મળિતમ્ ॥ ૨૪. ...........૪ ગાથાર્થ— તેથી ચારે પ્રકારનું અનુષ્ઠાન પહેલા રૂપિયા સમાન જાણવું. કારણ કે મુનિઓએ સર્વ (=ચારેય) અનુષ્ઠાનને મોક્ષનું કારણ કહ્યું છે. (૨૪૩) (ચૈ.વં.મ.ભા. ગા-૮૯૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org