________________
૧૨૮
સંબોધ પ્રકરણ ગાથાર્થ– અલ્પ વિવેકવાળા જીવનું વિશેષ બહુમાનથી કરાતું પ્રીતિ અનુષ્ઠાન તુલ્ય જે અનુષ્ઠાન તેને ભક્તિ અનુષ્ઠાન કહે છે. (૨૩૭) (૨.વં.મ.ભા. ગા-૮૮૯)
तुल्लं पि पालयाई, जायाजणणीण पीइभत्तिगयं । पीइभत्तिजुयाणं, भेओ नेओ तहेहंपि ॥२३८ ॥ तुल्यमपि पालनादि जाया-जनन्योः प्रीति-भक्तिगतम् ।। પ્રીતિ-મજીયુયો: "રો રેતથેઢાડપિI ર૩૮ I .. ગાથાર્થ– જેવી રીતે પત્ની અને માતા એ બંનેની ભોજનાદિ દ્વારા પાલનાદિની ક્રિયા સમાન હોવા છતાં પત્નીની પાલનાદિ ક્રિયા પ્રીતિવાળી છે, અને માતાની પાલનાદિની ક્રિયા ભક્તિવાળી છે, તેમ અહીં પણ પ્રીતિ-ભક્તિયુક્ત જીવોનો ભેદ જાણવો.
વિશેષાર્થ-કોઇ યુવાન પુરુષ પત્ની અને માતા એ બંનેનું પાલન વગેરે કરે છે. એથી એ બંનેના પાલન આદિ માટે થતી યુવાનની બાહ્ય ક્રિયા એક સરખી હોય છે, આમછતાં બંને પ્રત્યે ભાવમાં અંતર હોય છે. પત્ની પ્રત્યે પ્રીતિનો અને માતા પ્રત્યે ભક્તિનો ભાવ હોય છે. માતા પ્રત્યે ભક્તિનો ભાવ હોવાથી પત્નીના પાલનની ક્રિયાની અપેક્ષાએ માતાના પાલનની ક્રિયામાં ચોક્કસાઈ, કાળજી વગેરે દ્વારા વિશેષ વિશુદ્ધિ હોય છે.
તેવી જ રીતે ધર્મક્રિયામાં બાહ્ય ક્રિયા સમાન હોવા છતાં જે ધર્મક્રિયામાં વિશેષ બહુમાનભાવન હોય પણ પ્રીતિ હોય તે પ્રીતિ અનુષ્ઠાન છે, અને વિશેષ બહુમાનથી કરાતું તે જ અનુષ્ઠાન ભક્તિ અનુષ્ઠાન છે. અહીં અનુષ્ઠાનમાં ભેદ બાહ્યક્રિયાના કારણે નથી, કિંતુ અંતરના ભાવના કારણે છે. જે અનુષ્ઠાનમાં પ્રીતિની પ્રધાનતા હોય તે પ્રીતિ અનુષ્ઠાન અને જે અનુષ્ઠાનમાં બહુમાનની પ્રધાનતા હોય તે ભક્તિ અનુષ્ઠાન છે. એથી જ પ્રીતિથી કરાતા અનુષ્ઠાનમાં જો વિશેષ બહુમાનભાવ થઈ જાય તો તે જ અનુષ્ઠાન ભક્તિ અનુષ્ઠાન બની જાય. આથી જ અહીં ૨૩૭મી ગાથામાં કહ્યું કે–વિશેષ બહુમાનથી કરાતું પ્રીતિ અનુષ્ઠાન તુલ્ય જે અનુષ્ઠાન તેને ભક્તિ અનુષ્ઠાન કહે છે.” (૨૩૮) (ચં.વ.મ.ભા. ગા-૮૯૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org