________________
દેવ અધિકાર
૧૨૩
એમ પોતાના આત્મામાં રહેલો વીતરાગભાવ દેખાય છે. આથી આત્મામાં રહેલા વીતરાગભાવને પ્રગટ કરવા પુરુષાર્થ કરે. (૨૨૩) मुद्दावत्थाभेएण, कीरइ सुहकम्मकारिणी जम्हा । अत्तगवेसिजणाणं, कायव्वा दव्वओ नियमा ॥ २२४ ॥
.
मुद्रावस्थाभेदेन क्रियते शुभकर्मकारिणी यस्मात् ।
आत्मगवेषिजनानां कर्तव्या द्रव्यतो नियमात् ॥ २२४ ॥ .............. ૨૨૪ ગાથાર્થ— જિનપ્રતિમા મુદ્રાભેદથી અને અવસ્થાભેદથી શુભ કાર્યોને કરાવનારી કરાય છે. માટે આત્માની શોધ કરનારા(=આત્મશુદ્ધિ કરવાની ભાવનાવાળા) લોકોએ દ્રવ્યપૂજા અવશ્ય કરવી જોઇએ.
વિશેષાર્થ— અન્ય દેવોની પ્રતિમામાં અને જિનની પ્રતિમામાં મુદ્રાનો અને અવસ્થાનો ભેદ છે. અન્ય દેવોની પ્રતિમા રાગ-દ્વેષ અને અજ્ઞાનતાને સૂચવનારી મુદ્રાવાળી કરવામાં આવે છે. જિનપ્રતિમા વીતરાગભાવને સૂચવનારી મુદ્રાવાળી કરવામાં આવે છે. એથી જિનપ્રતિમા શુભ કાર્યોને કરાવનારી છે, અર્થાત્ શુભકાર્યો કરવાની પ્રેરણા આપનારી છે. રાગાદિનું સૂચન કરનારી અન્ય દેવોની પ્રતિમા આવી પ્રેરણા આપતી નથી. માટે આત્મશુદ્ધિ કરવાની ભાવનાવાળા લોકોએ જિનપ્રતિમાની દ્રવ્યપૂજા અવશ્ય કરવી જોઇએ. અહીં પિંડસ્થ, પદસ્થ અને રૂપાતીત એ ત્રણ અવસ્થા જાણવી. (૨૨૪) भत्तिबहुमाणपव्वं, अविहिविहिच्चायपक्खवाएहिं । चउभंगीहिं विसुद्धा, विसुद्धसम्मत्तथिरकरणी ॥ २२५ ॥ भक्तिबहुमानपूर्वमविधिविधित्यागपक्षपाताभ्याम् । વતુર્ભદ્રીિિવશુદ્ધા વિશુદ્ધસમ્યવસ્થિવરી । રર .......... ગાથાર્થ— ભક્તિ-બહુમાનપૂર્વક અવિધિના ત્યાગથી અને વિધિના પક્ષપાતથી થતા ચાર ભાંગાઓથી વિશુદ્ધ પૂજા વિશુદ્ધ સમ્યક્ત્વમાં સ્થિર કરે છે. (૨૨૫)
पुणे विहिबहुमाणे, पढमो बीओ य होइ बहुमाणे । पुण्णविहीहिं तइओ, उभयसुण्णे चउत्थो य ॥ २२६ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org