________________
૧૧૮
गुणठाणगठाणत्ता, एसो एवंपि गुणकरो चेव । सुहसुहयरभावविसुद्धिहेउओ बोहिलाभाओ ॥ २०९ ॥
સંબોધ પ્રકરણ
गुणस्थानकस्थानत्वादेषं एवमपि गुणकरश्चैव । शुभशुभतरभावविशुद्धिहेतुतो बोधिलाभात् ॥ २०९ ॥ ......૨૦૧ ગાથાર્થ— અનાભોગદ્રવ્યસ્તવ આ રીતે પણ (=અવિધિ વગેરે હોવા છતાં પણ) લાભને કરનારો છે. કારણ કે ગુણસ્થાનકનું સ્થાન છે, અર્થાત્ એનાથી પૂજકને ચોથા વગેરે ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે. અનાભોગ દ્રવ્યસ્તવ શુભ અને અધિકશુભ વિશુદ્ધભાવનું કારણ છે, અર્થાત્ એનાથી પૂજામાં શુભ અને અધિક શુભ વિશુદ્ધભાવ ઉત્પન્ન થાય છે. અનાભોગ દ્રવ્યસ્તવ બોધિલાભનું કારણ છે, અર્થાત્ એનાથી પૂજકને બોધિની પ્રાપ્તિ થાય છે.
વિશેષાર્થ– એક ભાઇ જૈનકુળમાં જન્મવા છતાં જિનદર્શન પણ કરતા ન હતા. બીજાની પ્રેરણાથી જિનદર્શન કરતા થયા. આ જિનદર્શનથી તેના આત્મામાં શુભભાવ થવાથી સમય જતાં તે જિનપૂજા કરવા લાગ્યા. જિનપૂજાથી શુભભાવ વધતાં પર્યુષણ પર્વમાં તપ કરવાની ભાવના થઇ. તપનું પચ્ચક્ખાણ ગુરુની પાસે કરવા જતાં ગુરુનો પરિચય થયો. પછી જિનવાણી શ્રવણ કરવા લાગ્યા. આથી દેવ-ગુરુ-ધર્મનું યથાર્થ જ્ઞાન થતાં સમ્યકૃત્વની પ્રાપ્તિ થઇ. પછી શ્રાવકનાં બાર વ્રતો સ્વીકાર્યા. સમય જતાં દીક્ષા લેવાની ભાવનાવાળા બન્યા. આ દૃષ્ટાંતમાં અહીં કહેલ ગુણસ્થાનનું સ્થાન, શુભ-અધિકશુભ વિશુદ્ધભાવનું કારણ અને બોધિલાભ એ ત્રણે હેતુઓ ઘટી શકે છે. આમ અનાભોગદ્રવ્યસ્તવ પણ લાભને કરનારો છે. (૨૦૯)
........
अकिरियभावगुणेर्हि, वड्डू जह जह हविज्ज ता तत्थ । भावत्थवो वि जा जोगिगुणंमि सकिरियंमि दव्वथओ ॥ २९० ॥
Jain Education International
अक्रियभावगुणैर्वर्धते यथा यथा भवेत् तावत् तत्र ।
२१०
*****...
भावस्तवोऽपि यावद् योगिगुणे सक्रिये द्रव्यस्तवः || २१० ॥ . ગાથાર્થ— જીવ જેમ જેમ અશુભક્રિયા ન કરવાના ભાવથી અને ગુણોથી
For Personal & Private Use Only
www.jainelibrary.org