________________
દેવ અધિકાર
णिच्चं चि संपूण्णा, जइवि हु एसा न तीरए काउं । तहवि अणुचिट्ठियव्वा अक्खयदीवाइदाणेण ॥ १९९ ॥ नित्यमेव संपूर्णा यद्यपि खल्वेषा न तीर्यते (शक्यते) कर्तुम् । तथाऽप्यनुचेष्टितव्याऽक्षत - दीपादिदानेन ॥ १९९ ॥ ................†† ગાથાર્થ— જો દ૨૨ોજ સંપૂર્ણ પૂજા કરવાનું શક્ય ન બને તો પણ અક્ષત મૂકવા, દીપક કરવો ઇત્યાદિથી પૂજા કરવી. (પણ પૂજા મૂકવી નહિ.) (૧૯૯)
एगमवि उदगबिंदू, जह पक्खित्तं महासमुद्दम्मी । जाय अक्खयमेवं पूया वि हु वीयरागेसु ॥ २०० ॥
૧૧૩
एकमप्युदकबिन्दु यथा प्रक्षिप्तं महासमुद्रे । નાયતેઽક્ષયમેવં પૂનાપિ હતુ વીતર । ૨૦ ................ ગાથાર્થ— જેમ મોટા સમુદ્રમાં નાખેલું પાણીનું એક પણ બિંદુ અક્ષય બને છેઘણા પાણીમાં મળી જવાથી સુકાતું નથી, તેમ વીતરાગની પૂજા પણ જાણવી.
વિશેષાર્થ– જેમ પાણીનું બિંદુ સ્વતંત્ર પડ્યું હોય તો ક્ષણવારમાં નાશ પામી જાય છે, પણ તે જ બિંદુ જો મહાસમુદ્રમાં નાખવામાં આવે તો ક્યારેય વિનાશ નથી પામતું, તેમ ભગવાનની પૂજા કરતી વખતે ભગવાનના સ્વરૂપથી ઉપરંજિત થયેલ ચિત્તના સંસ્કારો આત્મામાં પડ્યા હોય, તો તે સંસ્કારો આત્માના મૂળ સ્વરૂપના જ પરિણામરૂપ હોવાથી મહાસમુદ્ર જેવા આત્માના ગુણોમાં પડેલા કહેવાય છે, અને તેથી જ પરમાત્મા પ્રત્યેના આકર્ષણના ભાવો સંસ્કારરૂપે ક્યારે ય વિનાશ પામતા નથી, પરંતુ આ જ સંસ્કારો વિશેષ સામગ્રીને પામીને પૂર્ણ વીતરાગભાવની પ્રાપ્તિનું કારણ બને છે. આથી જ કહે છે કે અક્ષયભાવમાં મળેલો જીવના અધ્યવસાયરૂપ ભાવ નક્કી અક્ષયભાવરૂપ વીતરાગભાવનો સાધક થાય છે. આનાથી વિપરીત, જો પૂજા કરતી વખતે જીવનો પરિણામ વીતરાગતાથી રંજિત થયો ન હોય તો તે પરિણામ પોતાના અક્ષય સ્વરૂપ સાથે જોડાયેલો નહીં કહેવાય, અને જે પરિણામ અક્ષય સ્વરૂપ સાથે
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org