________________
૩૪
एवं पूर्वोक्तविधिना जयं प्राप्य सुविस्तृतम् । યશ: સંપૂfમૂત્રો જો મુવિ વિશ્રુત: ૫ ૭૨ | जयवादिननिर्घोषबधिरीकृतदिग्मुखः । . મંત્રાવાનરતો સર્ષા પુત્રનેત્ | ૭ર | इत्येव वर्णिता चात्र युद्धनीतिः समासतः । विशेषस्तु महाशास्त्राज् ज्ञेयः सबुद्धिसागरैः ॥ ७३॥
___ इतियुद्धनीतिप्रकरणम् ॥ યુદ્ધમાં જય મેળવ્યા પછી શત્રુ તરફથી મળેલા ધનમાંથી યોદ્ધાઓને શું આપવું અને રાજાએ શું લેવું તે કહે છે - જય મેળવ્યા પછી રાજાએ યોદ્ધાઓને પુષ્કળ ધન આપવું, ધાન્ય, બકરી, ગાય, ભેંશો વગેરે જે કંઈ જેણે મેળવ્યું હોય તે તેને જ આપવું. રથ, ઘોડા, હાથી, અમૂલ્ય રત્નો, પશૂ સ્ત્રીઓ વગેરે વીર પુરૂષ્ણએ રણમાંથી સ્વપરાક્રમથી મેળવ્યું હોય તે સઘળું રાજાને આપી દેવું. ઉપર બતાવેલા વિધિ પ્રમાણે સુવિસ્તૃત કીર્તિથી જેણે ભૂમંડળ ભર્યું છે તેવો રાજેન્દ્ર પૃથ્વીમાં યશવાળો થાય છે. મંગળકારી વાદીત્રના દોષથી સર્વ દિશાઓમાં મુખને બહેરાં કરી નાખી દે છે એવા તથા મંગળાચારમાં તત્પર રાજાએ હર્ષ વડે પોતાના નગરમાં પ્રવેશ કરવો. ઉપર પ્રમાણે યુદ્ધનીતિ મેં ટુંકામાં વર્ણવી છે, જે બુદ્ધિમાનોને વિશેષ જાણવાની ઈચ્છા હોય તેમણે મોટા શાસ્ત્રમાંથી જાણી લેવી. આ યુદ્ધનીતિ પ્રકરણ સંપૂર્ણ થયું.
अथ क्रमप्राप्तदंडनीतिप्रकरणमारभ्यते ।
હવે અનુક્રમે આવેલું દંડનીતિ પ્રકરણ આરંભુ છું. प्रणम्य परया भक्त्या संभवं श्रुतसंभवम् । प्रजानामुपकाराय दंडनीतिः प्रचक्ष्यते ॥ १ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org