________________
૩૩
અત્યંત રૂક્ષ, વિષ ચોપડેલાં અને ફૂટ એવાં શસ્ત્રોથી યુદ્ધ ન કરવું. તેમ પથરા માટી કે અગ્નિએ તપાવેલાં હથિયારોથી પણ યુદ્ધ કરવું નહિ. સઘળાં શસ્ત્ર, વાહન વડે નીતિ યુદ્ધથી લડવું. શત્રુ કેવળ અન્યાય જ કરતો હોય તો પછી સમય પ્રમાણે વર્તવું. તાપસ બ્રાહ્મણ, હથિયાર વગરનો, બીનેલો, રણસંગ્રામ છોડીને નાશી જતો, દુ:ખી પામતો, શરણે આવેલો, મોઢે તરણાં લીધેલો, બાળક, દીક્ષાની ઈચ્છાવાળો અને ઘર પ્રત્યે પાછો વળેલો, એટલાનો ઘાત કરવો નહીં. શત્રુ લડતો ન હોય તો તેને ઘેરી લઈ તેના ધાન્ય, જળ, લાકડા વગેરેની આવક અટકાવવી અને તેના નગરજનોને પીડા કરવી. શત્રુએ કરેલા કોટ, ખાઈઓ, કીલ્લા તથા તળાવો તોડી નાંખવાં. શત્રુને શક્તિ વગરનો કરી નાંખી તેના સહચારોનો નાશ કરવો-તેના પ્રધાનાદિ સઘળા વંશજોને પોતાના પક્ષમાં લેવા, સારું મુહુર્ત જોઈ શત્રુના નગરમાં પોતાની આણ ફેરવવી. તે દિવસે ગુરુ તથા દેવતાની પૂજા કરવી, બહુ ધન દાનમાં ખર્ચવું. શત્રુ રાજાના પ્રથમના સેવકોને અભયદાન આપવું. રાજ્યના લાગતા વળગતાઓનો એકત્ર વિચાર જાણી જો આજ્ઞા પાળે તેવો હોય અને સેવામાં તત્પર રહેશે એમ જણાયતો શત્રુના વંશજને જ તેની ગાદી પર બેસાડવો. તેને શીરપાવ કરી સંતોષ પમાડવો. કાયદો ઘડી પોતાની નિયમિત સત્તા તેના પર દૃઢ કરવી.
अथ जये जाते पौरुषप्राप्तधनं स्वामिना योधेभ्यः किं देयमित्याह ।
जये जाते नृपो दद्याद्योद्धृभ्यो नितरां धनं । धान्याजागोमहिष्यादि यो यत्प्राप्नोति तस्य तत् ।। ६९ ।। स्यंदनाश्वगजामोघरत्नकुप्यपशुस्त्रियः ।
भटैराज्ञे अर्पणीयाश्च रणे प्राप्ताः स्वपौरुषात् ।। ७० ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org