________________
पूर्वार्जिता यदा शक्तिर्बलहीनाः प्रजायते । સામ સામ મિત્રોતવાસીત પ્રયત્નત્ત: ૨૨ ૫ रिपुं बलिष्टं दुर्घर्षं यदा मन्येत भूधनः । તા વર્ત થિ વૃત્વ ટુ તિત્સમાહિત | શરૂ | आत्मानं यदि दुर्गोऽपि रक्षितुं न क्षमो भवेत् । तदा बलिष्टराजानं धर्मिष्टं संश्रयेद् द्रुतम् ॥ १४ ॥ तत्रापि यदि शंका स्यात्सोऽपि त्याज्यो ध्रुवं तदा । નિઃશં: સમર સ્થિત્વા યુદ્ધમેવ સમારેત્ | ૨૬ છે. जये च लभ्यते लक्ष्मीर्मरणे च सुरांगना । क्षणविध्वंसनः कायश्चिंता का मरणे रणे ॥ १६ ॥
રાજાએ વિચારી જોવું કે અત્યારે જરા હાનિ વેઠવાની છે, પરંતુ ભવિષ્યમાં ઘણો લાભ છે તો તુરત શત્રુની સાથે સંધિ કરવો. આમાત્ય, વિગેરે સંતુષ્ટ હોય અને લશ્કર સહિત પોતે હોય તો શત્રુની સાથે વિગ્રહ કરવો. શત્રુના સૈન્યને પરાભવ કરવામાં ઉત્સાહ શક્તિવાળું સૈન્ય પુષ્ટ અને તેજવાળું એવી ખાતરી હોય તો અવશ્ય શત્રુના સન્મુખ જવું. સેનાએ પ્રથમની લડાઈઓમાં બળ ખર્ચી નાંખ્યું હોય અને શક્તિહિન જણાતું હોય તો લડાઈનો ઉપક્રમ ન કરતાં સામ, દામ, ભેદ વગેરેથી શત્રુને વશ કરવો. શત્રુ બળવાન, સહન ન થઈ શકાય તેવો છે, એમ જણાય તો રાજાએ પોતાના સૈન્યના બે ભાગ કરી પોતે સાવધાનથી કિલ્લામાં ભરાઈ જવું. કિલ્લો પણ પોતાનું રક્ષણ કરવાને અસમર્થ જણાય તો બળવાન તથા ધર્મીષ્ટ રાજાનો આશ્રય લેવો. ત્યાં પણ શંકા માલૂમ પડે તો તેનો પણ ત્યાગ કરવો. અને નિઃશંક રણમાં પડી શત્રુની સાથે યુદ્ધ કરવું. લડતાં જીત મળે તો આ લોકની લક્ષ્મી ભોગવાય, તેમ કરતાં મરણ થયું તો સ્વર્ગની અપ્સરાઓના વિલાસનું સુખ પ્રાપ્ત થાય, ક્ષણવારમાં ભાગી જાય એવી કાયાને માટે રણમાં મરવાની શી ચિંતા ? કાંઈ જ નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org