________________
૧૯
હિતાહિતનો વિચાર કરવો તેના સંબંધમાં નીતિના પ્રવર્તનરૂપ રાજાનું કાર્ય કહે છે.
तत्रादौ नृपेण विचारणा कुत्र कथं कैश्च कर्तव्येत्याह ||
પ્રથમ રાજાએ કયા સ્થળમાં, શી રીતે અને કોની સાથે વિચાર કરવો તે બતાવે છે.
उद्याने विजने गत्वा प्रासादे वा रहः स्थितः । मंत्रयेन्मंत्रिभिर्मंत्रं भूयः स्वस्थः समाहितः । । ३ । । यतःमंत्रभेदे कार्यभेदः पार्थिवानां प्रजायते । तोमंत्रणेऽखिलान् मंत्रभेदकानपसारयेत् ॥ ४ ॥
મનુષ્ય વગરના ઉદ્યાનમાં કિંવા મહેલના એકાન્ત ભાગમાં જઈ રાજાએ મંત્રિઓની સાથે બેસી સાવધાનતાથી અને સ્વસ્થ ચિત્તથી વારંવાર સલાહ વિચારવી. વાત ફુટવાથી રાજાઓનું કાર્ય બગડે છે, માટે બીજાને વાત કરી દે એવા સઘળા ચાડિયાઓને આસપાસથી કાઢી મૂકવા.
विचारानन्तरं नीत्या राष्ट्रहितं कार्य्यं । तत्र नीतिः कतिधेत्याह || વિચાર કર્યા પછી નીતિ વડે દેશનું હિત કરવું, તે નીતિ કેટલા પ્રકારની તે કહે છે.
नीतिस्त्रिधा युद्धदंडव्यवहारैरुदाहृता । तत्राद्या कार्यकालीना मध्यान्त्या च निरंतरा ।। ५ ।।
યુદ્ધ, દંડ તથા વ્યવહાર, એ ત્રણ પ્રકારની નીતિ છે. તેમાં યુદ્ધ નીતિનો અવસરે ખપ પડે છે, અને વ્યવહાર તથા દંડ નીતિનો ઉપયોગ સતત થયાં કરે છે.
तत्र तावद्यथोद्देशनिर्देशेन युद्धनीतिवर्णनावसरे संध्यादि
गुणानामुपयोगित्वात्स्वरूमुच्यते ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org