________________
૧૭
प्रजाधने नृपस्वे च न कार्या कर्हिचित्स्पृहा । एव शिक्षा सदा देया सर्वकर्माधिकारिषु ।। ९६ ।।
હવે સામાન્યથી સર્વ રાજ્યકારભારીઓના લક્ષણો કહે છે - કુલીન, કુશળ, ધીર, શુરવીર, શાસ્ત્રજ્ઞ, સ્વામીભક્ત ધર્મમાં શ્રદ્ધાવાળા, પ્રજાનું ભલું ચાહનારા, સર્વ વ્યસનરહિત, પવિત્ર નિર્લોભી, સર્વ પ્રત્યે સમભાવવાળા, રાજાની વસ્તુઓનું રક્ષણ કરવાવાળા પારકાની આશા નહિ રાખનારા, પ્રિય બોલનારા, મહાશય, ભાગ્યશાળી, સર્વદા ધર્મ તથા ન્યાયને અનુરાગી, આસ વગરના, આનંદી, બહુધા કીર્તિના ભુખ્યા, એટલા ગુણવાળા પુરૂષો રાજાની નોકરીમાં રહેવા યોગ્ય છે. સઘળા નોકર વર્ગનાં એ સામાન્ય લક્ષણ કહ્યાં. સ્વામિએ વિશ્વાસથી જે કામ સોપ્યું તેમાં પ્રમાદ ન કરતાં તેની ઈચ્છા પ્રમાણે અવશ્ય કરવું. પ્રજાને પિડવી નહિ અને રાજાનું કાર્ય બગાડવું નહિ, ન્યાયથી ધન મેળવવું, કોઈ દિવસ સર્વોપરી સત્યને છોડવું નહિ. પ્રજા તથા રાજાના ધન પર દિ ઈચ્છા કરવી નહિ. ઉપર પ્રમાણે સર્વ નોકર વર્ગને સદા શીખામણ આપવી.
दूतलक्षणानि मध्वाम्लकटुतिक्तेषु वाग्भेदेषु विचक्षणाः । औत्पत्तिक्यादिधीयुक्ताः शीघ्रकार्यविधायिनः ।। ९७ ।। विनीताः स्वामिभक्ताश्च स्वामिकायैकतत्पराः । सर्वभाषासु दक्षाश्च प्रायेण स्युर्द्विजाश्चराः ।। ९८ ।।
મીઠી, ખાટી, તીખી તથા કડવી એ પ્રકારના વાણીભેદમાં વિચક્ષણ, સમય સૂચકતા આદિ બુદ્ધિવાળા, શીઘ્ર કાર્ય કરનારા, વિનયવાળા, સ્વામિભક્ત, ધણીના કાર્યમાં તત્પર, સઘળી ભાષાઓના જ્ઞાનવાળા દૂત હોવા જોઈએ. ઘણું કરીને દૂત બ્રાહ્મણેજ હોઈ શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org