________________
૧૫
હોવો જોઈએ. હમેશાં ગરમ મીજાજનો, તેજસ્વી, સત્વગુણી, પવિત્ર, યવન આદિ અનેક લીપીયોને લખી વાંચી જાણનાર, મ્લેચ્છ ભાષાઓનું જ્ઞાન ધરાવનાર, મ્લેચ્છાદિ અન્ય વર્ણને સામ દામાદિ ભેદથી વશ કરનાર, અવસરને શોભે તેવી વિચારપૂર્વક બોલનાર અને અવસરોચિત વચનને જાણનારો, ગંભીર, મીઠી મીઠી વાતો કહેનારો, નીતિશાસ્ત્રને સંપૂર્ણ જાણનારો, પંડિત, જાગરૂક, દીર્ઘદર્શી, સર્વ શાસ્ત્રને જાણનાર, યુદ્ધમાં ચક્ર વ્યૂહાવ્યૂહાકાર સૈન્યને ગોઠવવામાં કુશળ, અને તેના ભેદને જાણનારો, આકાર ગુપ્ત મનુષ્યના કપટના તેમજ પ્રમાણિકપણાના અભિપ્રાયને જાણનારો, સમય સૂચકતાવાળો, ચોરના જેવી દૃષ્ટિવાળો, સેંકડો કાર્યમાં પણ ચાલાક, રાજ્યભક્ત, પ્રજાપ્રિય, પ્રસન્ન નેત્ર તથા મુખવાળો, શત્રુઓને તાપ ઉપજાવે તેવા દેખાવવાળો વીરરસના આવેશમાં ભયંકર લાગે તેવો, લાંચ વગેરે લાલચોથી લોભાય નહિ તેવો, પોતાના સ્વામીનું કાર્ય સાધવામાં કુશળ, સાાં લક્ષણવાળો, કૃતજ્ઞી, દયાળુ, નમ્ર, ન્યાયી, જીતવા યોગ્ય પ્રદેશની નીચી, ઉંચી જમીન, જલાશયો, શૈલાદિ કીલ્લાઓ વગેરેને જાણવાવાળો, અનેક પ્રકારે વિષમ ચડાવના કિલ્લાઓને શીરીને તોડવા અથવા જીતવા, તેના મર્મને જાણનાર, શત્રુઓને સંધિ કરાવાનાં અને મિત્રોને તુટ પાડવાના ઉપાયોને જાણનાર, શત્રુને શત્રુઓ વડે પ્રયાસથી જીતનાર એટલા ગુણવાળો સેનાપતિ યોગ્ય છે.
सेनापतिशिक्षा
त्वया परबलावेशो बुद्ध्या बाहुबलेन च ।
भंजनीयो विधेयो न विश्वासः कस्यचित् परं ।। ८६ ।। परस्य मंडलं प्राप्य कार्या नानवधानता ।
अल्पे ऽपि परसैन्ये च महान् कार्य उपक्रमः ।। ८७ ।। देशं कालं बलं पक्षं षड्गुण्यं शक्तिसंगमं । विलोक्य भवता शत्रुरभियोज्यो न चान्यथा ।। ८८ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org