________________
૧૦
तत्र प्रभूत्साहमंत्राः शक्तयः समुदाहृताः । उपायाः सामदाम्नी च दंडभेदाविति क्रमात् ।। ५५ ।। स्वाम्यमात्यसुहृत्कोशराष्ट्रदुर्गबलानि च । सप्तांगा नीतिराज्यस्य प्रकृतिश्चाष्टमा क्वचित् ।। ५६ ।। षड्गुणाश्च समाख्याता राज्यस्तंभोपमा इमे । संधिविग्रहयानासनाश्रयद्वैधभावनाः ।। ५७ ।। पालयेश्च प्रजाः सर्वाः स्वपरापेक्षयोञ्जितः । दुष्टान् प्रजापीडकांश्च तथा राज्यपदैषिणः ।। ५८ ।। गुरुदेवभिदः शत्रून् चौरान् प्राणैर्वियोजयेत् । सर्वदाः दंडनीयाश्च लंचाग्राहिनियोगिनः ।। ५९ ।। यथा स्युः सुस्थिताः सर्वाः प्रजाः कार्यं तथा सदा । इत्येषा भवता शिक्षा करणीया दृढात्मना ।। ६० ।।
અંગ રક્ષકો, કંચુકિયો, મંત્રિ, છડીદાર, રસોઈયો તથા દ્વારપાળો વંશ પરંપરા ચાલ્યા આવેલા રાજાએ રાખવા. શિકાર, જુગટું, વેશ્યા, દાસી અને પરસ્ત્રીનો સંગ કદી કરવો નહિ. દારૂ, વચનનું કઠોરપણું અને મિથ્યા વ્યયનો રાજાએ ત્યાગ કરવો. વગર કારણે દંડવું, નિષ્ઠુરપણું, ગાવા બજાવવાનો છંદ, વારે વારે નાચ જોવા તથા હમેશાં દિવસે સુવું અને પરોક્ષ નીંદા એટલા વ્યસન તેણે હમેશાં તજવાં. દુધ તથા પાણીનું જેમ હંસ પૃથક્કરણ કરે છે તેમ રાજાએ ન્યાય અને અન્યાય ખોળવામાં પક્ષપાત તેમ ઉદ્વેગ કદી કરવો નહિ. સ્ત્રી, લક્ષ્મી, શત્રુ, નીચ તથા દારૂના અપરાધિઓ અને મૂર્ખ તથા લોભીઆનો પણ કદી વિશ્વાસ કરવો નહિ. દેવ તથા ગુરુની સેવા, પ્રજાનું પાલન અને પોષ્ય વર્ગના પોષણનું કામ બીજાના હાથમાં સોંપવું નહિ. સંપત્તિ સમયમાં છકી જવું નહિ તેમ વિપત્તિમાં ધીરજ ન છોડવી, એ બન્ને લક્ષણ વિદ્વાનોએ ઉત્તમ ગણેલાં છે. યશને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org