________________
૪૨
भ्रातः पाणिनि संवृणु प्रलपितं, कातंत्रकथाकथा । मा कार्षीः कटु शाकटायन वचः, क्षुद्रेण चांद्रेण किम् ॥ कः कर्णाभरणादिभिर्बठरयत्यात्मानमन्यैरपि । श्रूयन्ते यदि तावदर्थमधुराः श्रीसिद्धहेमोक्तयः ॥
હે ભાઈ, પાણિની હવે તું તારો પ્રલાપ બંધ રાખ, કાતંત્ર વ્યાકરણ કંથા જેવું છે એટલે તેનું તો શું કહેવું? હે શારદાયન, તું તારાં કટુવચન. કાઢીશ જ નહિ, અને તે ચાંદ્ર, તારું વ્યાકરણ નિસાર છે, જ્યાં સુધી શ્રી હેમચંદ્રની અર્થમાં ગંભીર અને મધુર વાણી આ જગતમાં વિદ્યમાન છે ત્યાં સુધી કંઠા ભરણાદિ બીજા ગ્રન્થો ભણી કયો પુરૂષ પોતાની બુદ્ધિને જડ કરે વા !
આ ગ્રંથકર્તા સૂરિ મહારાજાના બનાવેલા અનેક ગ્રંથો ભંડારોમાંથી મળી આવે છે, તે ઉપરાંત કેટલાક લુપ્તપ્રાય થઈ ગયેલા છે, છતાં જે કોઈ અમારા જાણવામાં આવ્યા છે તે લખી બતાવીએ છીએ.
(૧) અભિધાન ચિંતામણી ટીકા સહિત. (૨) વીતરાગ સ્તોત્ર. (૩) યોગશાસ્ત્ર ટીકા સહિત. (૪) ત્રિષષ્ઠિ સલાકા પુરૂષ ચરિત્ર. (૫) પરિશિષ્ટ પર્વ. (૬) દ્વયાશ્રય મહાકાવ્ય, સંસ્કૃત તથા પ્રાકૃત. (૭) અનેકાર્થસંગ્રહ (૮) અનેકાર્થશેષ. (૯) અભિધાન ચિંતામણી પરિશિષ્ટ. (૧૦) નિઘંટુ (૧૧) કાવ્યાનુશાસન. (૧૨) અલંકાર ચૂડામણિ ટીકા તથા વિવેક નામની ટીકા સાથે. (૧૩) ઉણાદિસૂત્ર વૃત્તિ. (૧૪) છંદોનુશાસન વૃત્તિ સહિત. (૧૫) દેશી નામવાળા રત્નાવલી ટીકા સાથે. (૧૬) ધાતુ પારાયણ. (૧૭) ધાતુ માલા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org