________________
૪૧
તારનાર નાવ તરીકે પણ આપ જ થયા છો. માટે હું આપના પાદપદ્મ વંદન કરું છું.
થોડા મહિના થયા નહિ એટલામાં રાજાના ભત્રીજા અજયપાળે રાજ્યના લોભથી કુમારપાળની કોઈ દુષ્ટના હાથે કપટથી ઝેર ખવડાવ્યું. તે વિષના યોગે રાજાનું અંગ ધ્રુજવા લાગ્યું, અને તે સર્વ પ્રપંચ તેના સમજવામાં આવ્યો. રાજાને આવી સ્થિતિમાં જોઈ પાસે ઉભેલો એક કવિ બોલ્યો :
कृतकृत्योऽसि भूपाल, कलिकालेपि भूतले । आमंत्रयति तेन त्वां, विधिः स्वर्गे यथाविधि ॥
હે રાજનું આ કલિયુગમાં તે તારું કર્તવ્ય સાધ્યું છે. તેથી કરી વિધિ તને યથાવિધિ સ્વર્ગે આમંત્રણ કરે છે.
હૃદયમાં સર્વજ્ઞ દેવ, હેમચંદ્ર ગુરુ અને તત્પણીત ધર્મનું સમ્યક્ટ્રકારે સ્મરણ કરી સંવત ૧૨૩૦ ની સાલમાં પોતાના રાજ્યના ૩૦ વર્ષ ૮ માસ અને ૨૭ મે દિવસે વિષની લહેરથી ઉછળતી મૂછમાં મરણ પામી વ્યંતર દેવલોકમાં ગમન કર્યું. એના જેવો જિનભક્ત રાજા તથા હેમસૂરિ જેવા ગુનો સંયોગ આ પૃથ્વી પર ભાગ્યે જ થાય છે.
માટે એવો સુવર્ણ અને રત્નનો સંયોગ આ વિશ્વમાં સ્થળે સ્થળે પ્રસરો, એવી આ લેખકની પ્રાર્થના પરમાત્મા સફળ કરો. - આ સર્વશાસ્ત્રમાં નિપુણ વિદ્વાને અનેક ગ્રંથો રચ્યા છે તેમણે સિદ્ધ હેમા નામનું પાણિનીના વ્યાકરણના જેવું એક પંચાંગી વ્યાકરણ રચ્યું છે, તેને માટે કહેલું છે કે,
किंस्तुमः शब्दपाथोधेहेमचन्द्रयतेर्मतिम् । एकेनापि हि येनेहक् कृतं शब्दानुशासनम् ॥
શબ્દરૂપી સમુદ્રને ઉલ્લાસમાન કરનાર હેમચંદ્રની બુદ્ધિની કેટલી સ્તુતિ કરીએ કે જેમણે એકલાએ આવું શબ્દાનુશાસન રચ્યું. વળી તેમના વ્યાકરણની પ્રસંશા કરતાં એક કવિ કહે છે કે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org