________________
૪૦
સૂરિશ્રીએ પ્રમાદથી કહ્યું, અને તે રાત્રે મંત્રારાધન કર્યું અને તેથી ચંદ્રબિંબ આબેહુબ પ્રદર્શિત થયું એમ કહેવાય છે.
ઈત્યાદિ અનેક પ્રભાવશાળી કાર્યો કર્યા બાદ શ્રી હેમાચાર્યે પોતાનું ચોરાશી વર્ષનું આયુ પૂર્ણ થયું જાણી અંત સમયે શ્રીસંઘને રાજા સુદ્ધાં એકઠો કર્યો; બધાનાં દેખતાં રાજાનું હૈયું ભરાઈ આવ્યું. સૂરીશ્વરે કહ્યું “હે રાજનૢ તમે ગભરાઓ ના હવે તમારું આયુ પણ છ મહિના બાકી રહ્યું છે.” પછી રાજર્ષિ ગુરુના ચરણકમળમાં પડી ગદ્ગદ્ કંઠે બોલ્યો, “હે મહારાજ, સ્ત્રીવર્ગ તથા રાજ્યાદિતો અલ્પ પ્રયાસથી મળી શકે છે, પણ આપ જેવા કલ્યાણ ઈચ્છનારા કલ્પવૃક્ષ સમાન ગુરુના દર્શન મળવા દુષ્કર છે.
હે ભગવાન્ આપ મારા એકલા ધર્મદાતા જ નથી પણ જીવદાતા છો. અરે હું આપના ઋણમાંથી ક્યારે મુક્ત થઈશ ?' એ પ્રમાણે રાજાના કરૂણામય વિલાપથી સૂરિનું હૈયું ભરાઈ આવ્યું, તો પણ પોતાના પગે પડેલા રાજાને મોટા કરે ઉઠાડીને ક્ષીર સમુદ્રની લહેરો જેવી પવિત્ર વાણીથી બોલ્યા કે “હે રાજન, તમે જન્મથી માંડીને ખરા અંતઃકરણથી મારી ભક્તિ કરી છે, તેથી સ્વર્ગે ગયા પછી પણ હું જાણે તમારા હૃદયમાં કોતરેલો હોઉં તેની પેઠે તમારાથી ભિન્ન નહિ રહું.
બીજું તમે મનઃ શુદ્ધિપૂર્વક શ્રી જૈનધર્મનું આરાધન કર્યું છે, તેના પ્રતાપથી તમને મોક્ષ પણ અતિ દુર્લભ નથી, તો સદ્ગુરુનું શું કહેવું ?
ઈત્યાદિ વચનથી આશ્વાસન પામી તેણે સૂરિશ્રીના માનાર્થે ઉત્સવની રચના કરવા માંડી, સૂરિએ પોતે મનમાં નિરંજન નિરાકાર અને સચ્ચિદાનંદમય પરમાત્માનું ધ્યાન કરી પોતાના આત્માને તન્મય કરી નાંખ્યો. એ પ્રકારે તલ્લીન ધ્યાનમાં છેલ્લા ઉચ્છવાસ વખતે તેમણે દશમ દ્વારથી પ્રાણ છોડ્યા, સં. ૧૨૨૯.
એક વખત રાજા પ્રાતઃકાળમાં ઉઠી ગુરુ વિરહનો વિલાપ કરતો હતો. ‘હે શ્રી હેમચંદ્ર સૂરિશ્વર ! આપે મારા લલાટમાંથી ‘રાજ્યને અંતે નરક છે” એવા અક્ષર કાઢી નાંખ્યા છે. અને મને ભવસમુદ્રમાંથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org