________________
૩૯
દેશ કહેવામાં આવે છે, ત્યાંના લોકો શિકારી તથા પાપિષ્ટ હતા તેઓને પણ આ આજ્ઞાપત્રને માન આપી શિકાર તદન છોડી દેવાની જરૂર પડી.
વળી આ આજ્ઞાપત્રનું એક બીજું મહાફળ એ થયું કે ખાટકી કસાઈ લોકોનો ધંધો બિલકુલ ભાંગી પડ્યો કે જેનું વર્ણન દ્વયાશ્રય કાવ્યમાં આબેહુબ આપેલું છે. તેઓએ ધંધો છોડી દીધો તેના બદલામાં ત્રણ વરસની પેદાશ જેટલી રકમ તેઓને એકંદર આપવામાં આવી.
કુમારપાળે અનેક મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવવા ઉપરાંત ૧૪૪૪ જિનમંદિરો બંધાવ્યાં કહેવાય છે.
વળી જિનમંદિર, જિન પ્રતિમા, જિનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ સાત ક્ષેત્રોમાં અનર્ગલ વિત્તનો વ્યય કર્યો કહેવાય છે.
હેમાચાર્ય પાસે ધર્મના તત્ત્વો શીખી જૈનધર્મમાં દઢ શ્રદ્ધાવાળો, તેમજ નિપુણ થયો અને પોતાના સમ્બન્ધમાં આવતા સર્વ મનુષ્યો પર ધર્મની છાપ પાડી જૈનધર્મમાં આસ્થાવાળા કરવા સમર્થ થતો. હવે તે રાજા હતો છતાં પોતાનો સમય કેવી રીતે પસાર કરતો હતો તે વિષે નીચેની હકીકત મળી આવે છે.
કુમારપાળ કિંચિત્ રાત્રિ શેષ રહેતી, ત્યારે જાગી ઉઠીને પંચ પરમેષ્ઠિનું સ્મરણ કરતો, બે પ્રકારે દેવ, ગુરુ અને ધર્મની શ્રદ્ધાનું ચિંતવન કરતો, કાયશુદ્ધિપૂર્વક પુષ્પ નૈવેદ્ય અને સ્તોત્રાદિ વિવિધ પૂજા વડે જિન પ્રતિમાનું પૂજન કરી પાંચ દંડકે યુક્ત ચૈત્યવંદન કરતો. ગુરુ શ્રી હેમાચાર્યની ચંદન, બરાસ, અને સુવર્ણ કમળ વડે પૂજા કરતો, અને તેમની પાસે ધર્મ દેશના સાંભળતો એ રીતે તેના ઘણા દિવસો ધર્મકથા શ્રવણ કરવામાં અને ગુરુના ઉપદેશ પ્રમાણે વર્તવામાં પસાર થતા.
ઉતા નામનો રોગ વંશ પરંપરાથી કુમારપાળની રાજગાદીએ ઉતરી આવેલો હતો. તેને હેમચન્દ્રાચાર્યે મંત્રના જોરથી દૂર કર્યો તેમજ બ્રાહ્મણ પક્ષના દેવ બોધી સાથે વાદ વિવાદ થતાં એમ પૂછવામાં આવ્યું કે આજે કઈ તિથિ થઈ, તે સમયે અમાવાસ્યા હોવા છતાં પૂર્ણિમા છે, એમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org