________________
૩૮
બ્રહ્મા જેવા હેમાચાર્યથી જ થશે.” ત્યારથી અત્યન્ત ભક્તિ ભરેલી દૃષ્ટિથી કુમારપાળ સૂરિજી સાથે વર્તવા લાગ્યો.
પછી કેટલાક કાળ સુધી બ્રાહ્મણો સાથે ધર્મવિવાદ ચાલ્યા કર્યો છેવટે કુમારપાળે જૈનધર્મ સ્વીકાર્યો એટલું જ નહિ પરંતુ બારવ્રત અંગીકાર કરી રાજ્યમાં અહિંસા ધર્મનો પ્રચાર કર્યો તેને માટે એક અંગ્રેજ લેખક આ પ્રમાણે લખે છે.
“મેરૂતુંગાચાર્ય કયા અવસરમાં થયા, અથવા બુલર તેને માટે ગમે તે સુધારો બતાવતો હોય, તો પણ એટલું તો તદ્દન નિઃસંશય છે કે કુમારપાળ ખરેખરી રીતે જૈનધર્મી થઈ ગયો હતો અને આખા ગુજરાતને પણ એક નમુનેદાર જૈનરાજ્ય બનાવવાને તેણે પ્રયાસ કર્યો હતો.
હેમચંદ્રસૂરિના ઉપદેશથી તેણે જૈનધર્મમાં નિષેધેલા ભોગોપભોગ તથા શિકારાદિ મિથ્યા મોજ શોખ તજી દીધાં એટલું જ નહિ પરંતુ તેણે પોતાની આખી રૈયતને પણ તેવો જ ઈન્દ્રિય નિગ્રહ રાખવા ફરજ પાડી. તેણે પોતાના રાજ્યમાં એવું આજ્ઞાપત્ર પ્રસિદ્ધ કર્યું કે કોઈપણ નાનામાં નાના પ્રાણીની પણ હિંસા કરવી નહિ. અને આ આજ્ઞાપત્રનો અમલ ઘણી સખ્ત રીતે તેના આખા રાજ્યના દરેક ભાગમાં કરવામાં આવતો. જે બ્રાહ્મણ લોકો તેઓના હોમની અંદર પશુઓનું બલિદાન આપતા હતા, તેઓને હવે તે ક્રિયા છોડી દેવાની જરૂર પડી. અથવા પશુને બદલે અનાજ વગેરેનો હોમ કરવા લાગ્યા તે સમયથી જ આ ગુજરાતમાં યજ્ઞયાગાદિ ઓછા થયા અને લોકો ઘણા દયાળુ બન્યા તેમજ મઘમાંસનો નિષેધ કરનારા થયા. પાલી દેશ એટલે કે રજપુતાનામાં પણ લોકોને આ નિયમ માન્ય કરવાની ફરજ પડી. અને તે દેશના ઋષિઓ કે જેઓ વસ્ત્ર તરીકે મૃગચર્મ ધારણ કરતા હતા તેઓને પણ આ નિયમ માન્ય કરવો પડ્યો અને મહામુસીબતે પણ મૃગચર્મ મેળવી શક્યા નહિ.
વળી આ અહિંસા પ્રચાર સંબંધી આજ્ઞાપત્રથી મૃગયાની (શિકાર) પણ સર્વત્ર મનાઈ થઈ ગઈ. કાઠીયાવાડનો મધ્યભાગ કે જેને પાંચાલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org