________________
૩૭
માની ત્યાંથી સિદ્ધરાજના ભયથી અટન કરતો કરતો એક વખત નાગેન્દ્ર પત્તન નામના ગામમાં આવ્યો. ત્યાં તેને સિદ્ધરાજના મરણની અને પાટણ મધ્યે પાદુકાના રાજ્યની ખબર મળી, તેથી ત્યાંથી ઉજ્જયિની થઈને પોતે સિદ્ધપુર પાટણ ગયો. ત્યાં રાજ્યગાદી કોને આપવી તે સંબંધે સામંતો અને મંત્રીઓમાં વાદવિવાદ ચાલતાં એવો નિશ્ચય થયો કે ફક્ત કુમારપાળ જ રાજગાદીને યોગ્ય છે. સૂરિમહારાજે પ્રથમથી કહેલા દિવસે જ તેનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. આ વખતે તેની ઉંમર ૫૦ વર્ષની હતી. શ્રી હેમચન્દ્રાચાર્ય ઉપર તેને દૃઢ નિષ્ઠા પ્રથમથી જ જામેલી હતી, અને હવે તો તે શ્રદ્ધા વધી અને તેથી ગુરુમહારાજના કથનાનુસાર વર્તન કરવા લાગ્યો. ચંદ્રની કાંતિથી દરિયાની લહેરોને જેમ આકર્ષણ પહોંચે છે, તેમ રાજામાં તેમની વાણીથી આનંદની લહેરો ઉઠતી હતી. તેણે સોમેશ્વરના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો, તે વખતે ગુરુએ તેને મદ્ય માંસનો ત્યાગ કરાવ્યો; રાજા મહાદેવના દર્શન સારૂ સોમેશ્વર યાત્રાર્થે નીકળ્યો; અને સૂરિમહારાજને પણ આવવા વિનંતી કરી. બ્રાહ્મણો ધારતા હતા કે સૂરિજી આવશે નહિ. પરંતુ અવસરના જાણ સૂરિજીએ આવવા કબૂલ કર્યું. અને શત્રુંજય વગેરેની યાત્રા કરી દેવપટ્ટણ સોમેશ્વરમાં રાજાને આવી મળ્યા. ત્યાં રાજા કુમારપાળ સૂરિશ્રીને કહેવા લાગ્યો કે આપને યુક્ત હોય તો શિવજીને નમસ્કાર કરો. સૂરિજીએ કહ્યું એ શું બોલ્યા ? એમ કહી પરમાત્માની સ્તુતિ બોલ્યા.
भवबीजांकुरजनना, रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै ॥
અર્થ :- ભવના બીજને અંકુર ઉત્પન્ન કરનારા રાગ દ્વેષ વગેરે જેના નાશ પામ્યા છે તે ગમે તો બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, શંકર હોય, કે જિન હોય તેને અમારો નમસ્કાર છે. આ વગેરે કેટલીક સ્તુતિઓ વડે પરમાર્થથી વીતરાગ દેવની જ સ્તુતિ કરી. રાજા પણ તે સ્તુતિથી અત્યન્ત ચમત્કાર પામ્યો. બ્રાહ્મણો તેથી ગ્લાનિ પામ્યા, ત્યાં આગળ હેમચન્દ્રાચાર્યે મંત્રના પ્રભાવથી સાક્ષાત્ મહાદેવના દર્શન કુમારપાળને કરાવ્યા. અને મહાદેવે પ્રત્યક્ષ થઈ રાજાને કહ્યું કે, “હે રાજન, તને ધર્મપ્રાપ્તિ આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org