________________
૩૬
ભલે ચપળ સ્વભાવવાળી લક્ષ્મી જતી રહે, ભલે વિવેકપ્રમુખ ગુણો જતા રહે, અને પ્રયાણ કરવાને તત્પર પ્રાણ ભલે જાય, પણ મનુષ્યોનું સત્ત્વ કદાપિ નાશ ન પામશો. આ રીતે ઉપદેશામૃતનું પાન કરીને કુમારપાળ સ્વસ્થાનકે ગયો અને કેટલાએક દિવસ જયસિંહની સેવામાં રહી દધિસ્થળ તરફ વિદાય થયો.
સિદ્ધરાજને રાજ્ય કરતા ઘણાં વર્ષો વીતી ગયાં, દેવ-દેવીઓની અનેક માનતાઓ કરવા છતાં પુત્ર પ્રાપ્તિ થઈ નહિ તેથી છેવટ શ્રી હેમચંદ્રાચાર્યની સાથે તે યાત્રા કરવા નીકળ્યો. શત્રુંજય, ગિરનાર વગેરે તીર્થની યાત્રા કરી, અને શ્રી હેમચંદ્રસૂરિને પૂછ્યું કે “મારે પુત્ર થશે કે નહિ ?' સૂરિએ ત્રણ ઉપવાસ કરી અંબાદેવીને આરાધી નિર્ણય કરી લીધો અને રાજાને જણાવ્યું કે અનેક ઉપાય કર્યા છતાં તમને પુત્ર થનાર નથી. તમારા પછી ત્રિભુવનપાળનો પુત્ર કુમારપાળ ગાદીએ બેસશે. આથી રાજા ખેદ પામ્યો, અને કુમારપાળને મરાવી નંખાવવાથી પોતાને સોમેશ્વરની કૃપાથી પુત્ર પ્રાપ્તિ થશે, એવી મિથ્યા કલ્પના કરી કુમારપાળ ઉપર દ્વેષ ધારણ કરવા લાગ્યો. કુમારને મારવાના ઈરાદાથી સિદ્ધરાજે છૂપા મારા મોકલી પ્રથમ તો ત્રિભુવનપાળને મારી નંખાવ્યો.
કુમારપાળ પોતાના પિતાના વધની તપાસ કરવા સારૂ પાટણ ગયો, ત્યાં તેને માલૂમ પડ્યું કે સિદ્ધરાજ તેને પણ મરાવી નાંખવાની પેરવીમાં છે. તેથી કુમારપાળ પોતાના બનેવી કૃષ્ણદેવની સલાહથી ગુપ્તવેશે જંગલમાં ફરતો રહ્યો. પછી અનેક મુશ્કેલીઓમાંથી પસાર થઈ ખંભાતની બહાર ગામના પ્રાસાદ આગળ આવી પહોંચ્યો, ત્યાં શ્રી હેમાચાર્ય પણ બુદ્ધિભૂમિ આવ્યા હતા.
તેમણે સર્પના મસ્તક ઉપર ગંગેટક નાચતો જોઈ અનુમાન કર્યું કે આટલામાં કોઈ રાજા હોવો જોઈએ. તેટલામાં કુમારપાળ નજરે પડ્યો, તેને પોતાની પૌષધશાળાના ભોંયરામાં સ્થાન આપ્યું અને તેની ઉદયન મંત્રી પાસે બહુ સારી સંભાળ રખાવી અને ગુરુએ નિશ્ચય કરીને કહ્યું કે “હૈ, ગુણાધાર કુમાર, તમને વિક્રમ સં. ૧૧૮૯ માં માગશર વદ ૪ રવિવારે પુષ્ય નક્ષત્રમાં ત્રીજે પહોરે રાજ્ય મળશે.” છેવટે ગુરુનો ઉપકાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org