________________
૩૪
સિદ્ધચક્રના મંત્રનું વિધિપૂર્વક આરાધન કરી દેવતાઓને સ્વાધીન કર્યા. દેવતાઓએ આપેલા વરથી તેમજ તેમની વિદ્વતા અને ગુણોથી હર્ષ પામી નાગપુરના ધનદ શેઠે મહા મહોત્સવ કર્યો. શ્રી સંઘ તથા ગુરુની સંમતિથી વિ.સં. ૧૧૬૬ માં આચાર્યપદ હેમચંદ્ર મુનિને અર્પણ કરવામાં આવ્યું. તે સમયથી હેમ (સુવર્ણ) જેવી કાન્તિને લીધે તેમજ ચન્દ્ર જેવા આલ્હાદક ગુણોથી તે મુનિ હેમચંદ્રાચાર્યના નામથી સર્વત્ર પ્રસિદ્ધ થયા..
તે સમયે ગુજરાતની રાજધાની અણહીલપુર પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ રાજ્યગાદી પર હતો. તેને અનેક યુક્તિઓ વડે શ્રી હેમચંદ્ર મહારાજે જૈન ધર્મ પર આસ્થાવાળો કર્યો હતો. તે વિષય સંબંધી વિવેચન કરનાં ટોની નામનો એક અંગ્રેજ વિદ્વાન જણાવે છે કે “સિદ્ધહેમ વ્યાકરણની રચના શ્રી હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજજયસિંહના આગ્રહથી કરી તે નિ સંશય વાત છે. અને દેવસૂરિ તથા હેમચંદ્રાચાર્યના સંવાદમાં સિદ્ધરાજ અહર્નિશ ભાગ લેતો” હેમાચાર્યમાં સમય સૂચકતા તથા વિદ્વતા અલૌકિક પ્રકારની હતી તેના ઘણા દષ્ટાન્તો મળી આવે છે. •
એક વખત તેઓ શ્રી ચતુર્મુખ મંદિરમાં નેમિ ચરિત વાંચતા હતા; તેમાં તેમણે બ્રાહ્મણો સન્મુખ એવું પ્રતિપાદન કર્યું કે પાંડવ તથા કૌરવો જૈન ધર્માનુયાયી થઈ ગયા હતા.
બ્રાહ્મણો ગુસ્સે થઈ જઈ સિદ્ધરાજને કહ્યું કે આચાર્યજીતો આ પ્રમાણે કહે છે.
શ્રી હેમાચાર્યને સન્માનપૂર્વક બોલાવી સિદ્ધરાજે તે બાબત પૂછ્યું, તે સાંભળી આચાર્ય મહારાજ મહાભારતનો શ્લોક બોલ્યા.
अत्र भीमशतं दग्धं पाण्डवानां शतत्रयम् ॥ द्रोणाचार्यसहस्रं तु कर्णसंख्या न विद्यते ॥
અહીંયા જ સો ભીમ, ત્રણસેં પાંડવો અને હજાર દ્રોણાચાર્ય થઈ મરી પણ ગયા. અને કર્ણ કેટલા ઉત્પન્ન થયા તેની તો સંખ્યા પણ નથી. આ ઉપરથી ગર્ભિત સૂચન એ કર્યું કે તેમાં કેટલાક જૈન હોય તે અસંભવિત વાત નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org